પીટીએન ન્યુઝ નાં સમાચાર નો પડઘો પડ્યો.

Impect of PTN News.
  • યુનિવર્સિટીના ઇન્ટિરિયલ માર્ગો પર યુદ્ધના ધોરણે બમ્પ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો..
  • વિદ્યાર્થી સહિત વિદ્યાર્થી સંગઠનોએ પીટીએન ન્યુઝ ના સમાચાર ને સરાહનીય લેખાવ્યા..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના દિવાળી બાદ શરૂ થયેલા શૈક્ષણિક કાર્યના દસ દિવસની અંદર જ યુનિવર્સિટીના ઇન્ટિરિયલ માર્ગો પર ત્રણ જેટલી સર્જાયેલી અકસ્માતની ઘટનાને પગલે પીટીએન ન્યુઝ દ્વારા પ્રસારિત કરાયેલા સમાચારના પગલે સફાળા જાગેલા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આજરોજ મંગળવારના દિવસે યુનિવર્સિટીના ઇન્ટિરિયલ માર્ગો પર બમ્પ બનાવવાની કામગીરીનો યુદ્ધ નાં ધોરણે પ્રારંભ કરવામાં આવ્યો છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ટિરિયલ માર્ગો પર બમ્પ બનાવેલા ન હોવાનાં કારણે યુનિવર્સિટી નાં કામ માટે આવતાં વાહન ચાલકો પોતાના વાહનો બેફામ ગતિએ દોડાવતા છેલ્લા દસ દિવસની અંદર ત્રણ જેટલી અકસ્માતની ઘટના સજૉતા અને આ અકસ્માતની ઘટનામાં વાહન ચાલકો ઈજાગ્રસ્ત બન્યાં હોવાનાં કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે યુનિવર્સિટીના ઇન્ટિરિયલ માર્ગો પર સર્જાતી અકસ્માતની ઘટનાઓ ના પાટણની સ્થાનિક ઇલેક્ટ્રોનિક ન્યુઝ ચેનલ પીટીએન દ્વારા સમાચાર પ્રકાશિત કરાતા સફાળા જાગેલા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મંગળવારના રોજ યુદ્ધના ધોરણે યુનિવર્સિટીના ઇન્ટિરિયલ માર્ગો પર બમ્પ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવતા યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ સહિત બમ્પ માટે અનેક વખત રજૂઆત કરનારા વિદ્યાર્થી સંગઠન એ પી ટી એન ન્યુઝ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો..