જિલ્લાના વિવિધ તાલુકાઓના બેરોજગાર ઉમેદવારોને નામ નોંધણી, રીન્યુઅલ તથા વધારાની લાયકાતની નોંધ કરાવવા તેમજ વ્યવસાય માર્ગદર્શનની સેવાઓ તેમના તાલુકાઓમાં મળી રહે તે માટે પાટણ જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત રીતે તાલુકા મથકોએ નામ નોંધણી, રીન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન માટેની કામગીરી કરવામાં આવશે.
- ક્રમ માસની તારીખ સ્થળ રીમાર્કસ
૧. ૦૬/૧૨/૨૦૨૧ તાલુકા પંચાયત કચેરી, હારીજ દર બે મહિને એક વખત બેકી મહિનામાં એટલે કે ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, ઓગસ્ટ, ઓકટોબર અને ડિસેમ્બર
૨. ૦૯/૧૨/૨૦૨૧ ગ્રામ પંચાયત કચેરી, સમી દર બે મહિને એક વખત બેકી મહિનામાં એટલે કે ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, ઓગસ્ટ, ઓકટોબર અને ડિસેમ્બર
૩. ૧૨/૧૨/૨૦૨૧ તાલુકા પંચાયત કચેરી, સિધ્ધપુર દર મહિને
૪. ૧૪/૧૨/૨૦૨૧ તાલુકા પંચાયત કચેરી, ચાણસ્મા દર મહિને
૫. ૧૭/૧૨/૨૦૨૧ ગ્રામ પંચાયત કચેરી, સાંતલપુર દર મહિને
૬. ૨૨/૧૨/૨૦૨૧ તાલુકા પંચાયત કચેરી, રાધનપુર દર મહિને
૭. ૨૯/૧૨/૨૦૨૧ ગ્રામ પંચાયત કચેરી, વારાહી દર બે મહિને એક વખત બેકી મહિનામાં એટલે કે ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, ઓગસ્ટ, ઓકટોબર અને ડિસેમ્બર
રોજગાર કચેરી દ્વારા નકકી કરેલ તારીખોએ રજા આવતી હોય તો તે પછીના ચાલુ દિવસે નામ નોંધણી કેમ્પ રાખવામાં આવશે. નામ નોંધણી માટે આવનાર ઉમેદવારોએ અસલ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને અનામતમાં આવતાં હોય તેવાં ઉમેદવારોએ સક્ષમ અધિકારીશ્રીનો જાતિનો દાખલો તેમજ દરેક પ્રમાણપત્રની પ્રમાણિત નકલો તથા પાસપોર્ટ સાઈઝનો ફોટો નંગ-૧ સાથે લાવવાના રહેશે. આ ઉપરાંત નામ નોંધણી માટે ઈ-મેઈલ આઈ-ડી અને મોબાઈલ નંબર દર્શાવવો ફરજીયાત રહેશે એમ રોજગાર અધિકારી પાટણની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.