azadi ka amrut mahotsav rangoli

જિલ્લાકક્ષા, રાજ્યકક્ષા તથા રાષ્ટ્રકક્ષાએ યોજાનાર રંગોળી સ્પર્ધા માટે આગામી તા.૧૫ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ રંગોળી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા અંગે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેમાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો આગામી તા.૧૫ ડિસેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે.

રંગોળી સ્પર્ધામાં સ્પર્ધકે નિયત કરેલ સ્થળ પર રંગોળી બનાવવાની રહેશે. આ રંગોળીનો મુખ્ય વિષય સ્વતંત્રતા આંદોલન રહેશે. જેમાં સ્વતંત્રતા સંગ્રામના શહિદો અને તેને લગતા પ્રસંગોની રંગોળી બનાવવાની રહેશે. જેમાં ૧૬ થી ૪૫ વર્ષનાં તમામ નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે નિર્ધારીત નિયમો અનુસાર રંગોળી બનાવવાની રહેશે. જેની તમામ સામગ્રી સ્પર્ધકે જાતે લાવવાની રહેશે. રંગોળી સ્પર્ધામાં પેન્સિલ/ચોક નો ઉપયોગ થઇ શકશે નહિ. તમામ સ્પર્ધક ને ૪x૪ ફૂટની જગ્યા રંગોળી બનાવવા માટે આપવામાં આવશે અને આ રંગોળી સ્પર્ધા સ્પર્ધકે ૧૫૦ મિનિટ (અઢી કલાક)માં પુર્ણ કરવાની રહેશે.

સર્વ પ્રથમ જિલ્લાકક્ષા તે પછી રાજ્યકક્ષા અને છેલ્લે દિલ્હી ખાતે રાષ્ટ્રીયકક્ષા એમ કુલ ત્રણ તબક્કામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આમ રાષ્ટ્રકક્ષા સુધીની ચેનેલાઈઝ સ્પર્ધાનું પ્રથમ વખત કમિશ્નરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તા.૧૪/૦૧/૨૦૨૨ના રોજ જિલ્લાકક્ષાની સ્પર્ધા, તા.૨૦/૦૧/૨૦૨૨થી તા.૨૮/૦૧/૨૦૨૨ દરમ્યાન રાજ્યકક્ષાની સ્પર્ધા અને રાજ્યકક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકોની તા.૦૫/૦૨/૨૦૨૨ના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રકક્ષાની રંગોળી સ્પર્ધા યોજાશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા http://amritmahotsav.nic.in/rangolimaking.competition.htm વેબસાઇટ પર તથા સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નામ, સરનામું, મોબાઈલ નંબર, વિગત લખી જિલ્લા યુવા વિકાસ અધિકારીના ઇ-મેઈલ આઈડી: dsopatan30@gmail.com પર અથવા જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન, બ્લોક નં-૨, બીજો માળ, રાજમહેલ રોડ, પાટણ ખાતે તા.૧૫ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીમાં રૂબરૂ મોકલી આપવાની રહેશે. આ રંગોળી સ્પર્ધામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ, યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં જોડાય તે માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિરેન્દ્ર પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “મન કી બાત” કાર્યક્રમમાં રચનાશીલતા તથા દેશ પ્રેમને અભિવ્યક્ત કરવા માટે આ સ્પર્ધાઓના આયોજનની ઘોષણા કરી હતી. રંગોળી ભારતની એક સમૃધ્ધ પરંપરા છે જે ઘરના દ્વાર પર રંગોથી ઘર પરિવારની સુખ સમૃધ્ધિની કામના માટે બનાવવામાં આવે છે. તમિલનાડુમાં કોલ્લમ, ગુજરાતમાં સાથિયા, બંગાળમાં અલ્પના, રાજસ્થાનમાં માંડણા, ઓડિસામાં ઓસા અને મહારાષ્ટ્રમાં રંગોલીના નામથી જળવાયેલી રંગોળીની આ પરંપરાથી ભારતની વિવિધતામાં એકતા અને સાંસ્કૃતિક વિરાસતની ઝલક મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024