કાંકરેજની વડિયા પ્રાથમિક શાળામાં રૂમોની માંગણી લઈને ગામલોકો અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી. પ્રથમ દિવસે તંત્ર દ્વારા સી. આર. સી. ને શાળામાં મૂકીને વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાલીઓએ બીજા દિવસે પણ તાળાબંધી ચાલુ રાખી હતી.
આખરે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર અને જિલ્લા એન્જીનીયર એમ. એમ.મન્સૂરી દ્વારા ગામલોકોની માંગણી માટે હકારાત્મક વલણ અપનાવી રૂમો બનાવવાની ખાત્રી આપતાં તાલુકા શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરી તેમજ બી. આર. સી. જલાભાઇ લોઢા, તાલુકા એન્જીનીયર કલ્પેશભાઈ પટેલ તથા સી. આર. સી. દશરથજી ઠાકોરે વડિયા પ્રાથમિક શાળાની મુલાકાત લઈને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ લોકોને સમજાવ્યા હતા .તેમજ લોકોની માંગણી સંતોષવા માટે ખાત્રી આપતાં ગામલોકોએ શાળાની તાળાબંધી ખોલી હતી.
ત્યારે મીડિયાના અહેવાલ ની અસર પડતાં જ તંત્ર દોડતું થયું હતું જેમાં જીલ્લા અને તાલુકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ ના વાલીઓ પાસે રૂબરૂ મળીને નવિન રૂમો મંજૂર કરવામાં આવેલ છે અને હવે ટૂંક સમયમાં જ બાંધકામ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી ત્યારે વિદ્યાર્થી વાલીઓ આ અંગે સંમત થયા હતા અને શાળાની તાળાબંધી ખુલ્લી કરી ને બાળકોને અભ્યાસ માટે મોકલી આપ્યા હતા ત્યારે તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.