Two employees of Radhanpur Municipality

તૈયાર બિલ્ડીંગ નું બીયુ પરમિશન મેળવવા લાંચની રકમ માંગણી કરતાં પાટણ એસીબી ટીમ નાં હાથે ઝડપાયા.

રાધનપુર શહેરમાં ગણેશ કોમ્પલેક્ષ ની બીયુ પરમિશન માટે રાધનપુર નગરપાલિકા નાં બે કર્મચારીઓ દ્વારા રૂ. ૨ લાખની માંગણી કરી હતી જે કોમ્પલેક્ષનાં માલિક આપવા ઈચ્છતા ન હોઈ તેઓએ પાટણ એસીબી ઓફિસ નો સંપર્ક કરી શુક્રવારના રોજ છટકું ગોઠવી ઉપરોક્ત બન્ને કર્મચારીઓ ને લાંચની રકમ સ્વિકારતા રંગે હાથ ઝડપી લેતાં સનસનાટી મચી જવા પામી હતી.

આ બાબતે મળતી હકીકત મુજબ કામના ફરીયાદીનું પોતાની માલિકીનું ગણેશ બીલ્ડીંગ કોમ્પલેક્ષ આવેલ છે જેના બાંઘકામ પૂરા થયા બાદનુ બી.યુ. પરમીશનનું પ્રમાણપત્ર મેળવવાની અરજી આ કામના ફરીયાદીએ કરેલ હતી જે બી.યુ. પરમીશનનું પ્રમાણપત્ર આપવા માટે રાધનપુર નગરપાલિકા વગૅ ૩ ના કમૅચારી સરસીજસીંગ માલસીંગ જાદવ દ્વારા રૂપિયા ૨,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ અને તે રકમ રાધનપુર નગરપાલિકા ઓથોરાઈઝ એન્જિનિયર સંજય નટવરલાલ પ્રજાપતિ ને આપવાનું કહેલ જે લાંચના નાણાં આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોઈ તેઓએ એસીબીનો સંપર્ક કરતા તેઓની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના પ્રજાપતિ સંજય પોતાના ઉપરી સરસીજસીંગ માલસીંગ જાદવ વતી રૂપિયા ર,૦૦,૦૦૦/- ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતાં અને આ બાબતની જાણ રાધનપુર નગરપાલિકા સહિત રાધનપુર શહેરમાં વાયુ વેગે ફેલાતા સનસનાટી મચી જવા પામી હતી.

એસીબી ટીમ દ્વારા બન્ને આરોપીને ઝડપી આગળની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એસીબી ની કામગીરી મા ટ્રેપિંગ અધિકારી એચ.એસ.આચાર્ય, પોલીસ ઇન્સપેકટર, એસીબી પો.સ્ટે. પાટણ અને સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ, મદદનિશ નિયામક , એસીબી બોર્ડર એકમ ભૂજ સહિત નો સ્ટાફ હાજર રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024