patan nagarpalika

પાટણ નગરપાલિકાના જવાબદાર અઘિકારીઓ અને સ્ટાફ દ્વારા ગતરોજ મોડીરાત્રે લારીગલ્લા ના દબાણ દૂર કરવા નીકળ્યા હતા ત્યારે માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વગર જ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોવા મળ્યા હતા.

ગુજરાત રાજ્ય સરકાર અને પાટણ જિલ્લા કલેકટર ના કોરોનાની ગાઈડ લાઈનનો પાટણ નગરપાલિકાના જવાબદાર દબાણ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જાહેરમાં ભંગ કરવામાં આવતાં વિવાદમાં આવ્યા હતા.

પાટણ નગરપાલિકાના અધિકારીઓ દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે રાત્રી દરમ્યાન માસ્ક અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરીને નિકળતાં વિવાદ સર્જાયો હતો. ત્યારે કોરોનાની ગાઈડલાઈનનો પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભંગ કરી રહયા હોવાની જાણ પોલીસ અધિકારી અને ડ્રાયવરને કરાતાં તેઓએ અમને તો ફક્ત દબાણ દૂર કરવા માટે સુરક્ષા સુલેહ શાંતિ ભંગ થાય નહી તે માટે મૂકવામાં આવ્યા છે કોરોના વાયરસ ગાઈડ લાઈનનો અમલ કરવા માટે નહી તેવો ઉડાઉ જવાબ આપી પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હતા.

એક તરફ પાટણ જિલ્લામાં કોરોનાના કેસો વધી રહયા છેતો બીજી બાજુ પોલીસ અધિકારી દ્વારા જણાવાયું હતું કે નગરપાલિકા કર્મચારીઓ માસ્ક ના પહેરે સોશિયલ ડીસ્ટન્સ ના જાળવે તો અમારે કોઈ જોવાનું નથી પાટણ એસ. પી. અક્ષયરાજ મકવાણાને કે જેને કહેવું હોય તેમને કહો અમારે તે જોવાનું નથી તેમ પોલીસ અધિકારી દ્વારા રાત્રી દરમ્યાન ફરજ પરના પોલીસ કર્મચારીઓ ઉડાઉ જવાબ આપતા જોવા મળ્યા હતા.

જવાબદાર પોલીસ અધિકારી દ્વારા કોરોના વાયરસ ગાઈડ લાઈન અમલ કરવા માટે નગરપાલિકા અધિકારી સ્ટાફને કહી શકાય નહીં તો પછી પાટણની આમ પ્રજાને શા માટે માસ્ક સોશિયલ ડીસ્ટન્સ નો દંડ કરવામાં આવે છે તે પણ એક પ્રશ્ન ઉદભવી રહયો છે. આમ, પોલીસ તંત્ર દ્વારા પાટણ શહેરની ગરીબ પ્રજા અને વેપારીઓને માસ્કનો હજાર રુપિયા દંડ એક તરફ વસુલ કરવામાં આવી રહયો છે તો બીજીબાજુ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસની હાજરીમાં જ દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન માસ્ક વગર જોવા મળવા છતાં તેઓની સામે કોઈ જ કાર્યવાહી ન કરાતાં પોલીસ તંત્રની બેવડી નીતિ સામે પણ પ્રશ્નો ઉદભવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024