શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા એ મુલાકાત લીધી…
બનાસકાંઠા જિલ્લામાં ૩૩૬૫ આંગણવાડી કેન્દ્રો બાળકોના શિક્ષણ સાથે સરું થઈ ગયા છે. રાજ્યમાં આંગણવાડીમાં ભૂલકાઓ નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બે વર્ષ બાદ આંગણવાડીઓ ખુલતા બાલમંદિર બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું.
કોરોના ગાઇડલાઈન મુજબ બાળકોનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો અને પોષણયુક્ત ખોરાક બાળકોને આપવામાં આવ્યો હતો. કોરોના મહામારી ના પ્રકોપને ધ્યાને લઈ નાના ભૂલકાઓને કોરોના સંક્રમણ થી બચાવવા માટે સરકાર દ્વારા આંગણવાડી માં બાળકોને ગેરહાજર રાખવાનો નિર્ણય લેવાયો હતો.
ત્યારબાદ હવે આંગણવાડીઓ શરૂ થતા ખારિયા આંગણવાડી કેન્દ્ર માં શિક્ષણ મંત્રીએ મુલાકાત લીધી હતી બાળકો ને પ્રવેશ અપાવ્યા પહેલા કંકુ તિલક કરી મોં મીઠું કરાવી પ્રવેશ અપાયો હતો અભ્યાસ માટે બાળકોને રમત ગમત ભાગ 1અને 2 ની કીટો શિક્ષણમંત્રી વાઘેલા ના હસ્થે આપવામાં આવી હતી આંગણવાડી શરૂ થતા બાળકોએ રમત ગમત ના સાધનોથી રમવાની મજા માણી હતી.
ખારિયા આંગણવાડીમાં મુલાકાત લેતા તમામનું શાલથી સન્માન કરવામાં આવ્યું હતું, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી, ઇન્ચાર્જ સિડીપીઓ અલ્પાબેન. બી. દેસાઈ, આંગણવાડી કાર્યકર રમીલાબેન આર જોષી, કમુબા ઝાલા, ગામના સરપંચ કનુભા વાઘેલા, ઉપ સરપંચ કનુજી ઠાકોર, પૂર્વ સરપંચ અંદરસંગ વાઘેલા, રઘુભાઈ જોષી, વાસુભા વાઘેલા સહિત આગેવાનો આજર રહ્યાં હતાં.