દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૩ માર્ચ તાલુકા સ્વાગત કાર્યક્રમ અને તા. ૨૪ માર્ચે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ માટે અરજદારે અરજી આગામી તા. ૧૦ માર્ચ સુધીમાં કરવાની રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત કે અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની અરજી એક જ પ્રશ્ન સંબધિત અમલીકરણ અધિકારીને ઓછામાં ઓછી ત્રણ વાર કરેલી અરજીની નકલ સાથે સંબધિત મામલતદારની કચેરીને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ એમ અરજીનાં મથાળે લખી અરજી તા. ૧૦ માર્ચ સુધીમાં મોકલી આપવાની રહેશે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત – અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર અને સંપૂર્ણ સરનામા સાથે એક અરજીમાં એક જ પ્રશ્ન સાથે સંબધિત અમલીકરણ અધિકારીને ત્રણ નકલ સાથે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ મથાળા સાથે અરજી તા. ૧૦ માર્ચ સુધીમાં મોકલી આપવાની રહેશે. તાલુકા કાર્યક્રમમાં જિલ્લાના વર્ગ ૧ નાં અધિકારીશ્રીઓ હાજર રહી નાગરિકોના પ્રશ્નોનું રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
જેમાં કલેક્ટર દાહોદમાં, જિલ્લા વિકાસ અધિકારી ઝાલોદમાં, પોલીસ અધિક્ષક ગરબાડામાં, લીમખેડાના મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સીંગવડમાં, પ્રાયોજનાં વહીવટદાર દેવગઢબારીયામાં, ડીઆરડીએ નિયામક ફતેપુરામાં, જિલ્લા આયોજન અધિકારી લીમખેડામાં, પ્રાંત અધિકારી દેવગઢ બારીયા ધાનપુરમાં, ઝાલોદનાં નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી સંજેલીમાં ઉપસ્થિત રહેશે. આ માટે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત ‘‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’’ તેવા મથાળા હેઠળ સંબધિત ગામનાં તલાટી-મંત્રીને સંબોધીને આગામી તા.૧૦ માર્ચ સુધીમાં આપવાની રહેશે. નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોરે એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.