સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા વૃધાશ્રમના વડીલો માટે વૃધાશ્ર્મમાં કેમ્પ યોજી ઘરે બેઠા સરકારી યોજનાઓનો તમામ લાભોથી સજ્જ કર્યા
પાલનપુર મુકામે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા 85 વડીલોને ઘડપણમાં ઓશિયાળા થઈ કોઈની સામે હાથ લંબાવવો ન પડે એ માટે થઈ તમામ સરકારી યોજનાઓના લાભોથી સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનો દ્વારા સજજ કરવામાં આવ્યા.
ગુજરાત અને ગુજરાત બહારથી અન્ય રાજ્યોમાંથી પણ સંજોગો વસાત વૃધાશ્રમમાં રહેવા માટે મજબુર બનેલા વડીલ વૃધ્ધ માતા-પિતાને તેમના ઘડપણની આ પળોમાં આર્થિક બાબતો માટે થઇ ને કોઈના પર આધારિત ન રેહવું પડે એ માટે થઈને સદભાવના ગુપ ટ્રસ્ટના યુવાન મિત્રો દ્વારા વડીલોના તમામ એવા જરૂરી ડોકયુમેન્ટ કલેક્ટ કરી પાલનપુરની સરકારી ઓફીઓમાં જઈ જરૂરી સરકારી યોજનાઓ માટેના કાગળ કામ કરી અઠવાડિયાની મહેનત બાદ પાલનપુર હિંદુ સમાજ સંચાલિત આરટીઓ સર્કલ પર આવેલ વૃધાશ્રમમાંજ કેમ્પ કરી વૃદ્ધ સહાય,વિધવા પેન્શન તેમજ દવાખાને ખર્ચ આવે તો પાંચ લાખનું આયુષ્યમન હેલ્થ કાર્ડ જેવી લાભાર્થી યોજનાઓના લાભ સ્થળ પરજ સદભાવના ગ્રુપ ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂ કરાવ્યો હતો.
આજ રોજ વૃધાશ્રમ મુકામે યોજાયેલ લાભાર્થી કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર શ્રી ઉપસ્થિત રહી વડીલોને પગે લાગી તેમના આશીર્વાદ મેળવી તેમને કાર્ડ અર્પણ કરતા માહોલ લાગણી સભર બન્યો હતો. લાભાર્થી કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ સદભાવના ગ્રુપના ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી વૃધાશ્રમના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગાંધી મંત્રી શ્રી ડો મિહિર પંડ્યા ટ્રસ્ટી શ્રી ડો.સુરેન્દ્ર ગુપ્તા સદભાવના ગ્રુપના યુવાનો ધનરાજભાઈ આશિષ ભુતેડી જીગરભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.