રોટરેકટ ક્લબ દ્વારા વિક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ૭ માર્ચ થી ૧૩ માર્ચ દરમિયાન સાઉથ એશિયા ઝોનની તમામ રોટરેકટ કલબ દ્વારા રોટરેકટ વિક ના સેલિબ્રેશન અંતર્ગત દરરોજ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.
ત્યારે રોટરી ડી ૩૦૫૪ ની તમામ કલબ દ્વારા પણ ડીઆરઆર ઉત્કર્ષ પટેલ ની લીડરશિપ મા આ સેલિબ્રેશન થઇ રહ્યું છે. જેને લઈ આજરોજ રોટરેકટ કલબ પાટણ દ્વારા રક્તદાન એ મહાદાન પ્રોજેક્ટ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કેમેસ્ટ્રી ભવન ખાતે રોટરી બ્લડ બેંક ના સહયોગથી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં ૮૦ યુનિટ જેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડીઆરઆર ઉત્કર્ષ પટેલ, રોટરેકટ પ્રમુખ સૌમિલ નાણાવટી, મંત્રી સોનુ ભગત, ડીઆરસીસી બાબુભાઈ પ્રજાપતિ, જયરામ ભાઇ પટેલ, કેમેસ્ટ્રી ભવનના હેડ ડો. પરમાર મેડમ, પૂર્વેશ પટેલ સહીત રોટરેકટ ટીમ અને કોલેજ સ્ટુડન્ટ દ્વારા આ સેવાકીય પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો હતો.