કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે સોનલબેન દીલીપજી ઠાકોર તથા મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્ર સેવિકા સમિતિ ચાણસ્માના શ્રીમતી મનિષા બેન પટેલ ઉપસ્થિત રહ્યા જેમણે અનેક ઉદાહરણો દ્વારા સ્રી શક્તિ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. માતૃશક્તિ અંગે સુંદર વક્તવ્ય મનિષા બેન ઠક્કર તથા ડી.એલ.એસ.એ.પેનલ ( કાનુની સલાહકાર ) લક્ષ્મી બેન પંચાલ એ આપ્યું ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના મહિલા મંત્રી હેમાંગી બેને એ સંગઠન ની રચનાત્મક કાર્યો ની વાત સહિત બહેનો ના પ્રશ્નો સહિત શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા સંગઠને કરેલ પ્રયત્નોને યાદ અપાવી આગામી સમયમાં સંગઠન માટે સમય આપવા ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનો ને આહ્વાન કર્યું.
કાર્યક્રમ ના અધ્યક્ષ સોનલબેન ઠાકોરે મહિલાઓ માં રહેલી શક્તિ ને બહાર લાવી મહિલાઓ જ્યારે સક્ષમ નેતૃત્વ કરી રાષ્ટ્ર અને સમાજ માટે કામ કરી રહી છે ત્યારે સ્રી એક શક્તિ છે અને 8 માર્ચ ને પ્રતિક બનાવી સમગ્ર વર્ષ માતૃવંદના કરીએ વર્ગખંડમાં બાલિકા ઓને નાનપણથી જ માનસિક મજબૂત બનાવીએ
કાર્યક્રમ માં આશિર્વચન આપવા માટે વિશેષ ઉપસ્થિત બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય પાટણ સેન્ટર ના નીતાદીદી એ ભારતની પૌરાણિક સંસ્કૃતિ ને યાદ કરાવી એમાં થી પ્રેરણા લઈ સમસ્યાઓ થી દબાઇ ને નહીં પણ સમસ્યાઓ પર વિજય મેળવવા પ્રયત્ન કરવા જણાવ્યું રસોઈ, સફાઈ, પરિવાર ને સંભાળ રાખવામાં બોજ નહીં પણ ઘર ને મંદિર બનાવવા માટે વિચારો સકારાત્મક બનાવી ઘરના વાતાવરણ ને સ્વર્ગ બનાવવા માટે આહ્વાન કર્યું બહેનો અન્ય બહેનો માટે સંવેદનશીલ બની ઈર્ષા, અહમ, સ્વતંત્રતા ને સ્વછંદતા ન બનાવવા જણાવ્યું.
માતૃશક્તિ વંદના કાર્યક્રમા તમામ તાલુકામાં થી 315 બહેનો ઉપસ્થિત રહ્યા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનાર બહેનો નું સન્માન કરવામાં આવ્યું. પાટણ જીલ્લાના મહિલા હોદ્દેદારો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અલ્પા બેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં રાજ્ય અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, પ્રાથમિક ના ઉપાધ્યક્ષ બાબુભાઇ રબારી, જીલ્લા અધ્યક્ષ કલ્પેશ ભાઇ પટેલ, મહામંત્રી શૈલેષ ભાઈ પટેલ સંગઠન મંત્રી ઉમેદ ભાઇ પ્રજાપતિ ઉપાધ્યક્ષ પ્રવિણભાઇ સિંહ પરમાર તથા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારિ નનુભાઈ ગોહિલ તથા બીટ.કે.ની બીપીન ભાઇ,ચંદ્રકાન્ત ભાઇ ઠક્કર હાજર રહ્યા હતા.