HNGU

અકસ્માત, આપતી કે અન્ય ઈમરજન્સી સ્થિતિમાં લોકોને કેવી રીતે મદદરૂપ થઇ તેના પાઠ શીખવતી ૧૦૮ની ટીમ…

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના એસ.કે. કોલેજ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ વિભાગ ખાતે પાટણ જીલ્લા કલેકટર કચેરી સ્થિત ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને પાટણ ૧૦૮ એમ્બુલન્સ સેવાની ટીમે તેમની સેવા વિશેનું વિસ્તૃત નિદર્શન પાઠ આજે યુનીવર્સીટીના વિદ્યાર્થીઓને શીખવ્યા હતા.

ભણવાની સાથે સાથે ઉન્નત રાષ્ટ્રના વિદ્યાર્થીની સાથે સાથે એક નાગરિક તરીકેની પણ ફરજો હોય છે. આ સામાજિક જવાબદારી સારી રીતે શીખવી શકાય તે માટે જીવીકે ઇએમઆરઆઈ ની ૧૦૮ સેવાની ટીમ દ્વારા તેમના વિવિધ આયામો યુનીવર્સીટી ખાતે એન સી સી કેડેટ્સ સહીત અન્ય વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યા ખાસ કરીને યુવાવર્ગને અકસ્માત, મહિલાઓને પ્રસુતિ કે અન્ય આકસ્મિત ઘટનાઓમાં સ્ટ્રેચરનો ઉપયોગ કાર્ડીયાઝ દર્દીઓ માટે એ ઈ ડી મશીનનો ઉપયોગ, પ્રસુતિ જેવી સ્થિતિમાં મહિલાઓને અપાતી સારવાર વિશેનું નિદર્શન કરી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા.

તેમજ તેમની પાસે પ્રેક્ટીકલ નિદર્શન પણ કરાવ્યું હતું. ખાસ કરીને રોડ પર કે અન્ય રીતે મેડીકલ સેવાઓ માટે ૧૦૮ માં કેવી રીતે ફોન કરવો ફોનમાં કેવી રીતે સચોટ માહિતી આપવી અને ૧૦૮ ની ટીમ પહોચે ત્યાં સુધી જરૂરિયાત મંદ વ્યક્તિને શું સારવાર આપવી તેની પણ માહિતી આપવામાં આવી હતી જેનો લાભ યુનીવર્સીટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ લીધો હતો. આ કાર્યક્રમમાં એન સી સી ઓફિસર ડો જય ત્રિવેદી, આસી. રજીસ્ટાર ડો. આનંદ પટેલ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના કમલેશભાઈ, ૧૦૮ ની ટીમના નીલેશભાઈ ચટવાની, ગુલાબખાન દ્વારા નિદર્શન તથા માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024