Car mud

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં જ પશુ પક્ષી અને માનવી સૌ ગરમીથી બચવા અવનવા પ્રયોગો અપનાવે છે. ખાસ કરીને ઉનાળાની સીઝનમાં સુખી સંપન્ન લોકો એર કન્ડિશન જેવા ઉપકરણો અને ઠંડાપીણાં દ્વારા ઠંડક મેળવે છે જ્યારે સામાન્ય લોકો પંખા અને કુલર દ્વારા ગરમીનો સામનો કરે છે.

જોકે પાટણમાં સિદ્ધહેમનગર સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ ઘરમાં ઠંડક ઉપરાંત ઉનાળાની સખત ગરમીમાં તડકાના કારણે તેમની ગાડીમાં પણ દિવસભર ઠંડક જળવાઈ રહે તે માટે એક નવતર દેશી પ્રયોગ અપનાવીને આખી ગાડીને ચારેબાજુ છાણ અને માટીથી લીંપણ કરીને મઢી દીધી છે. જેથી આખો દિવસ ગાડીની અંદર કુદરતી ઠંડક જળવાઈ રહે.

જતીનભાઈ પટેલે તેમને આ વિચાર કેવી રીતે આવ્યો એમ પૂછતાં જણાવ્યું કે, કંઈક નવું કરવું એ પોતાનો શોખનો વિષય રહ્યો હોઈ ઉનાળાની સખત ગરમીથી બચવા તેમણે આ નવો પ્રયોગ અપનાવીને ગામડે જઈ ગાડી ઉપર છાણમાટી મિશ્રિત લીંપણ કરાવ્યું છે. આનાથી ઠંડક રહે છે. એમ તેમણે જણાવ્યું હતું.

વળી, લોકો આ પ્રકારેની નવી ડિઝાઇનવાળી ગાડી જોઈને પૂછપરછ કરતા હોવાનું અને ફોટા પણ પાડતા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મેં ઘરે જ શેરડીનો રસ બનાવી શકાય તેવું નાનું મશીન તેમજ સીંગદાણા પીલીને તેલ કાઢી શકાય તેવું મશીન પણ વસાવ્યું છે. વળી, પીવાના પાણી માટેના ગ્લાસ પણ માટીમાંથી બનાવેલા હોય તેનો ઉપયોગ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024