રાધનપુર મુકામે રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની વારંવાર રજૂઆત અંતર્ગત રાધનપુર – પાલનપુર નવી પેસેન્જર ટ્રેન નું ઉદઘાટન રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના વરદ હસ્તે લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું. તેમજ સાંતલપુર સુધી ટ્રેનનો રૂટ લંબાવવાની માંગણી કરવામાં આવી. આ પ્રસંગે અનંતકુમાર (A.D.R.M) કાનજીભાઈ પરમાર (પ્રમુખ, નગરપાલિકા રાધનપુર) હમીરજી ઠાકોર, પરમાભાઈ પંચાલ, કરશનજી ઠાકોર, નગરપાલિકાના સદસ્યઓ તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા રાધનપુર રેલવે સ્ટેશન ખાતે થી લીલી ઝંડી આપી લોકલ ટ્રેન રાધનપુર થી પાલનપુર પેસેન્જર ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવેલ આ પ્રસંગે રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ નગરપાલિકા ના પ્રમુખ કાનજીભાઈ પરમાર નગરપાલિકા ના નગર સેવકો કોંગ્રેસ ના કાર્યકર્તા ની ઉપસ્થિતિમાં લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી.
રાધનપુર-પાલનપુર મુસાફર ટ્રેનની શરૂઆત (દૈનિક)
રાધનપુર-દેવગામ-ભાભર-મીઠા-દિયોદર-ધનકવાડા
જસાલી-ભીલડી-લોરવાડા-ડીસા-ચંડીસર-પાલનપુર
રાધનપુરથી ઉપડવાનો સમય સવારે 9.45
દિયોદર પહોંચશે 10.26
પાલનપુર પહોંચશે 12.30 બપોરે
બપોરે 1.10 વાગ્યે પાલનપુરથી ઉપડશે
બપોરે 2.27 વાગ્યે દિયોદર પહોંચશે
બપોરે 3.30 કલાકે રાધનપુર પહોંચશે