પાટણમાં ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા ને લઈને મંદિર પરિસર ખાતે ચાલતી તૈયારીઓ
આગામી તા.૧ લી જુલાઈ નાં રોજ અષાઢીબીજના પવિત્ર દિવસે શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલ ભગવાન શ્રી જગન્નાથજી મંદિર પરિસર ખાતે થી નિકળનારી ૧૪૦ રથયાત્રા ને સાંગોપાંગ સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી રથયાત્રા સમિતિ સહિત જગન્નાથ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
શ્રી જગદીશ મંદિર પરિસર ખાતે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરનું રંગરોગાન, ચાંદી જડીત રથોની સફાઈ કામગીરી,મંદિર પરિસર ને રોશનીથી સજાવવાની કામગીરી સહિત મંદિરનાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે કમાનો ઉભી કરવાની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
બે વર્ષથી કોરોનાની મહામારી નાં કારણે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા મંદિર ટ્રસ્ટ દ્વારા ખુબ સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી પરંતુ ચાલુ સાલે કોરોના ની મહામારી મંદ બનતા શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ સહિત રથયાત્રા સમિતિ નાં કાયૅકરો તેમજ જગન્નાથ ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજીની ૧૪૦ મી રથયાત્રા ને યાદગાર બનાવવા મંદિર પરિસર ખાતે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.