Patan

પાટણના ડોક્ટરને હની ટ્રેપમાં ફસાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયા…

પાટણ શહેરમાં હની ટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં હવે એક શિક્ષિત ડોક્ટર પણ હની ટ્રેપનો ભોગ બન્યા છે. પાટણના ડોક્ટરને whatsapp કોલ કરી તેમાં નગ્ન મહિલા નો વિડીયો કોલ કરાવી તે વીડિયો કોલ નું સ્ક્રીન રેકોર્ડિંગ કરી તેનો વિડીયો ડોક્ટરને મોકલી તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.

હની ટ્રેપ અને બ્લેકમેલિંગ નો ભોગ બનનાર ડોક્ટર અને તેમના ભાઈએ આ બાબતે પાટણ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી મદદ માંગતા પોલીસે છટકું ગોઠવ્યું હતું અને ખંડણી કોરોને રૂપિયા લેવા માટે બોલાવી તેઓને દબોચી લીધા હતા. પોલીસે આ મામલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે.

હની ટ્રેપમાં ઝડપાયેલ આરોપી

  1. ઠાકોર શિવપાલ ઉર્ફે હમીર પ્રહલાદજી હેમરાજભાઈ રહે દિયોદર શક્તિનગર સોસાયટીની બાજુમાં જીલ્લો બનાસકાંઠા
  2. ઠાકોર વિશાલભાઈ બળવંતજી છગનજી રહે શક્તિ નગર દિયોદર જીલ્લો બનાસકાંઠા
  3. સાધુ લાભેશ પ્રહલાદભાઈ ભગવાનભાઈ રહેઠાણ તેતરવા તાલુકો ભાભર જીલ્લો બનાસકાંઠા.

આ ગેંગમાં કોઈ મહિલાની સંડોવણી છે કે નહીં તેની તપાસ થશે : જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલે જણાવ્યું હતું કે હાલમાં ડોક્ટરને બ્લેકમેલ કરી ખંડણી માંગનાર ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે અને તેઓને પૂછપરછ તથા વધુ તપાસ ચાલુ છે અને આ ગેંગમાં કોઈ મહિલાની પણ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.

ગણતરીના કલાકોમાં જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ લીધો

ઉલ્લેખનીય બાબત છે કે શહેરના તબીબ જ હનીફમાં ફસાતા તેઓએ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમનો સંપર્ક કરતા તેઓએ ટેકનિકલ સર્વેન્સની પદ્ધતિ અપનાવી whatsapp કોલ કરનારનું સર્વેલન્સ કરી તેને ઝડપવા માટે છટકું ગોઠવી આબાદ રીતે ઝડપી લીધા હતા અને ગણતરીના કલાકોમાં આ હની ટ્રેપના ગુના નો ભેદ ઉકેલી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024