આજ રોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વહાણા ગામેથી ધોરણ 10માં અભ્યાસ અર્થે કોઈટા ગામે જતી દિકરી તેજલબેન વિરચંદભાઈ ઠાકોરને જીવણજી ઉર્ફે (જેટાજી) લાડજીજી નામના વિકૃત માનસિકતા ધરાવતા ઈસમે બીભત્સ માંગણી કરતાં દિકરી વશ ના થતાં પીઠના ભાગે છરી વડે હુમલો કર્યો હતો.
ત્યારે વિદ્યાર્થિનીને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા દિકરીની ધારપુર હોસ્પિટલ ખાતે મુલાકાત લઇ આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરી કડકમાં કડક સજા થાય તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.