Amitabh Bachchan injured During the Shooting : અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી. અમિતાભ હાલ મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. તેઓ પ્રભાસની ફિલ્મ “પ્રોજેક્ટ K”નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાંસળીઓમાં ઇજા થઈ છે. હૈદરાબાદમાં ચેકઅપ બાદ તેમને મુંબઈ મોકલવામાં આવ્યા હતા.
Amitabh Bachchan injured During the Shooting
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું – પાંસળીમાં ઈજા થઈ છે. શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. પાટો બાંધવામાં આવ્યો છે અને સારવાર કરવામાં આવી રહી છે. એનાથી ઘણી પીડા થઈ રહી છે. શરીરને આમ-તેમ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મને આ દુખાવા માટે કેટલીક દવાઓ આપવામાં આવી છે. મને સાજા થવા માટે થોડાં અઠવાડિયાંનો સમય લાગશે.
શૂટિંગ કરવું પડ્યું કેન્સલ
બિગ બી હૈદરાબાદમાં શૂટિંગ એક એક્શન સીન કરતી વખતે ઘાયલ થયા છે અને એમને પંહોચેલ ઈજાના કારણે શૂટિંગ પણ કેન્સલ કરવું પડ્યું હતું. જો કે હાલ બિગ બી ડોક્ટરોની દેખરેખમાં છે. તેની સારવાર ચાલી રહી છે. આ વિશે જાં કરતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માટે એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો અને હાલમાં મુંબઈમાં ઘરે આરામ કરી રહ્યો છું .