પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના : રમઝાન (Ramzan) મહિનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં 30 દિવસ મુસલમાન રોઝા (Roza) રાખે છે. રોઝા દરમિયાન સવારે સહરી અને સાંજે ઈફતારી હોય છે. સદીઓથી મુસલમાન દર વર્ષે રમઝાનમાં રોઝા રાખે છે.
ઉનાળો ચાલુ થતા મુસલમાન નો પવિત્ર રમઝાન મહિનો ચાલુ થતા નાના બાળકો પણ રોઝા રાખી ને દુવા માંગે છે ઉનાળા માં વહેલી સવાર ના 5.30 વાગે રોઝા રાખી લેવાય છે સાંજે 7.5 મીનિટે ઇફતારી માં દુવા કરી ને રોઝો છોડવાનો હોય છે. માળીયા હાટીના છૂટક કામ કરતા રફીકભાઈ જિકરભાઈ ગધી ને 3 દીકરીઓ અને સૌથી 6 વર્ષનો નાનો દીકરો છે, 6 વર્ષના રિયાન એક રોઝુ રાખી ઈબાદત કરી હતી.
રમઝાન મહિના માં 30 રોઝા રાખવાના હોય છે, મુસલમાનો ને 30 ફરજ છે રમઝાન મહિના દરમિયાન રોઝા માં ઈબાદત કરવાની હોય છે. પવિત્ર રમઝાન માસનું 6 વર્ષની નાની ઉંમરે રોઝુ રાખી તેવી ખુદાને ઈબાદત કરી હતી. નાનીવયે રિયાન રોઝુ રાખતા મુસ્લીમ બિરાદરોએ શુભેચ્છા આપી હતી.
શા માટે રોઝા રાખવામાં આવે છે.
ઈસ્લામ ધર્મ અનુસાર રમઝાન મહિનો સારા કામ કરવા, આત્મનિયંત્રણ અને પોતાના પર સંયમ રાખવાનો મહિનો ગણવામાં આવે છે. માન્યતા છે કે આ દરમિયાન ભૂખ્યાં રહેવાથી દુનિયાભરના ગરીબ લોકોની ભૂખ અને દુઃખને સમજી શકાય છે. કેમ કે જે રીતે ઝડપથી દુનિયા આગળ વધી રહી છે તેવા સમયમાં સારા કાર્યો અને બીજાના દુઃખોને લોકો ભૂલી જાય છે. રમઝાનમાં આ દર્દને અનુભવવા માટે રોઝા રાખવામાં આવે છે.
આ ઉપરાંત રોઝા દરમિયાન ખરાબ ન સાંભળવું, ખરાબ જોવું નહીં, ખરાબ ન બોલવું અને ખરાબ અનુભવું નહીં તેવું માનવામાં આવે છે. આ સંપૂર્ણ મહિનો આત્મનિયંત્રણ અને પોતાના પર સંયમ રાખવાનો મહિનો ગણવામાં આવે છે. આ જ કારણે દરેક મુસલમાન રોઝ રાખીને બહારની તેમજ અંદરની તરફથી પણ પોતાને પવિત્ર રાખી શકે છે. એટલે કે આ મહિનામાં ખરાબ ઈચ્છાઓ પર સંયમ, ખરાબ આદતોને છોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
રમઝાન મહિનાને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે. 10 દિવસના પહેલા ભાગને ‘પરોપરકાનો સમય ‘ ગણવામાં આવે છે. બીજા 10 દિવસને ‘માફી આપવાનો સમય’ અને છેલ્લા 10 દિવસને ‘નર્કથી બચવાનો સમય’ કહેવામાં આવે છે.