દિલીપસિંહ રાજપુત બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશનમાં e-FIR નોંધાઈ હતી. જેમાં oppo કંપની નો ફોન બાબતે દાખલ થયેલ ચોરી નો અનડીટેક્ટ ગુનો પોલીસે ડિટેક્ટ કરેલ …
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે અગાઉ e-FIR નોંધાઈ હતી, જેમાં ઑપો કંપની નો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૮૦૦૦(આઠ હજાર) નો ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પી.એન.જાડેજા અને પોલીસ સ્ટાફ દ્વારા મોબાઈલ ફોન ના IMEI નંબર પર લોકેશન ટ્રેસ કરીને મૂળ કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામના રાવળ બાબુભાઈ મેવાભાઈ ઉંમર વર્ષ ૪૪ ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જોકે હવે આવા સંજોગોમાં આરટીઓ દ્વારા પણ ઈ મેમો અને હવે ઈ એફ આઈ આર ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે હવે અરજદારો ને ખુબજ સરસ લાભદાયી સાબિત થઈ રહ્યું છે અને પોલીસની કામગીરી અંગે પ્રશંસા કરી ને અરજદારો તરફથી અભિનંદન સાથે ખુબજ વખાણ કરી રહ્યા છે. ત્યારે હવે થરા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પીએસઆઈ પી એન જાડેજા અને પોલીસ સ્ટાફ ની કામગીરી ને ખુબજ મોટી સંખ્યામાં લોકો બિરદાવી રહ્યા છે.