gamblers arrested from ahmedabad taj hotel

Ahmedabad : શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પરની તાજ હોટલમાંથી (Taj Hotel) મસમોટું જુગરધામ ઝડપાયું છે. હોટલમાં PCBએ બાતમીના આધારે રેડ પાડતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં તાજ હોટલના માલિક પણ જુગાર રમતા ઝડપાયા છે.

PCB મળી હતી કે અમદાવાદ શહેરની તાજ હોટલના સાતમા માળે રૂમ નંબર 721માં ગેરકાયદેસર પ્રવતિ ચાલી રહી છે. તો આ બાતમીના આધારે પોલીસે તાજ હોટલના સાતમા માળે રૂમ નંબર 721માં દરોડા પાડ્યા હતા.આ દરમિયાન હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું. જેમાં 10 જુગારીઓ ઝડપાયા છે. આ જુગારીઓ પાસેથી પાના, કોઈન્સ રોકડ, મોબાઈલ ફોન સહિત 10 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

પકડાયેલ 10 જુગારી અમદાવાદ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગપતિ હોવાનું તપાસના સામે આવ્યું છે. આ તમામ હોટલના રૂમમાં ઠાઠથી જુગાર રમતા હતા. PCBની ટીમે આ જુગારીઓની રંગેહાથે ઝડપી પાડ્યા છે. સાથે જ 10 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તાજ હોટેલના માલિક કૈલાશ ગોયન્કા સહિત 10 જુગારીઓ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

ફરિયાદ અનુસાર, કૈલાશ ગોયેન્કા પોતાની માલિકીની તાજ હોટલમાં પોતાના મિત્ર વર્તુળના માણસોને બોલાવી ભેગા કરી ગંજી પાનાથી પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા હતા. રેડ દરમિયાન જુગારના અખાડામાંથી જુગાર રમતા પકડાયેલ 10 ઈસમો પાસેથી 9,83,350 રૂપિયા રોકડા મળી આવ્યા છે. સાથે જ આ ઈસમો પાસેથી મોબાઈલ ફોન, ગંજીપાનાની કેટો, લાલ તથા સફેદ કલરના કોઈન નંગ-186 મળી કુલ રૂપિયા 10,48,350નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આ પણ વાંચો:

સિદ્ધપુરની યુવતી ઘરમાંથી રૂ. 60 હજાર લઇને પ્રેમી સાથે ભાગી, પ્રેમીએ જ તેના પૈસા પડાવી હોટલમાં રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું

પાટણના ચંદ્રુમાણા ગામેથી ગુમ થયેલો યુવાન 12 વર્ષ પછી ભાવનગર જિલ્લામાંથી મળી આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો

 

Taj Hotel માંથી આ આરોપીઓ ઝડપાયા

કૈલાશ રામઅવતાર ગોયન્કા
શંકરભાઈ મોહનભાઈ પટેલ
અજિત શાંતિલાલ શાહ
કનુભાઈ અંબાલાલ પટેલ
ભાવિન ઈન્દ્રજીત પરિખ
પ્રદિપ રામભાઈ પટેલ
જગદિશ ભગવાનભાઈ દેસાઈ
નરેન્દ્ર જીવણલાલ પટેલ
હસમુખ મફતલાલ પરીખ
ભરત મણિલાલ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024