Mangoes on EMI : વધતી જતી મોંઘવારીએ માત્ર તમારી હોમ લોન અને કાર લોનને જ અસર કરી નથી, પરંતુ તેની અસર કેરી પ્રેમીઓની ખાવાની આદતો પર પણ દેખાઈ રહી છે. મોંઘવારીની સ્થિતિ એવી છે કે હવે માત્ર ઘર અને કાર જ નહીં પણ EMI પર કેરી પણ મળે છે. પૂણેના એક ફળ વેપારીએ કેરીનું વેચાણ વધારવા માટે એક અનોખી સ્કીમ લાવી છે. તેમના આ વિચારની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે. પુણેના આ ફળના વેપારીએ લોકોને EMI પર કેરી ખરીદવાનો વિકલ્પ આપ્યો છે. એટલે કે, જો તમે મોંઘા ભાવને કારણે કેરી ખરીદવાનું ટાળી રહ્યા છો, તો તમને હપ્તે કિંમત ચૂકવવાનો વિકલ્પ મળે છે.
કેરીને ફળોના રાજા કહેવાય છે અને અમુક જાતની કેરી બહું મોંઘી હોય છે જેને ખરીદવી દરેક વ્યક્તિનું કામ નથી. આથી એક વેપારીએ EMI પર કેરી વેચવાની સ્કીમ શરૂ કરી
પુનાના એક વેપારીએ કેરીને EMI પર વેચવાની સ્કીમ શરૂ કરી છે અને તેનું નામ ગૌરવ સનસ. તે પુનાના ગુરુકૃપા ટ્રેડર્સ એન્ડ ફૂટ પ્રોડક્ટ્સ નામની કંપનીના માલિક છે. કોરોના પછી કેરીની સૌથી સ્વાદિષ્ટ વેરાયટી આલ્ફાન્સો મેંગો વેરાયટીની કિંમતમાં તીવ્ર વધારો થતા તે ખરીદવું મુશ્કેલ બની ગયું છે. સામાન્ય ગ્રાહકો તો ખરીદતા પહેલા બે વાર વિચારે છે. આથી ગૌરવ સનસે સામાન્ય ગ્રાહકો પણ આલ્ફાન્સો કેરીનો સ્વાદ આર્થિક ચિંતા વગર માણી શકે તેની માટે EMI પર કેરી વેચવાલીની સ્કીમ શરૂ કરી છે.
મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં દેવગઢ અને રત્નાગીરીની આલ્ફાન્સો અથવા ‘હાપુસ’ કેરીને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને હાલમાં તે રિટેલ બજારમાં 800 થી 1300 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચાય છે.
ગુરુકૃપા ટ્રેડર્સ એન્ડ ફ્રુટ પ્રોડક્ટ્સ, EMI પર કેરી ઓફર કરતાં ફળ વિક્રેતા કહે છે કે તે દેશમાં પ્રથમ વિક્રેતા છે જે લોકોને EMI પર કેરી ખરીદવાની ઓફર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આલ્ફોન્સો જેવી કેરીના બોક્સની કિંમત લગભગ 6000 થી 7000 રૂપિયા સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં લોકો પોતાની મનગમતી કેરી ખરીદતા નથી અને ઓછા ભાવે ખરીદવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ, જો તેમને આ વિકલ્પ મળે કે મહિને 700 કે 800 રૂપિયા ચૂકવવા પર તો તેઓ મનભરીને કેરી ખાઈ શકે છે. આ વિચાર સાથે EMI પર કેરી વેચવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ઘણા લોકોના ફોન આવી રહ્યા છે જેઓ EMI પર કેરી ખરીદવા માંગે છે.
Mangoes on EMI
તેમની દુકાન પર હપ્તેથી કેરી ખરીદવાની રીતે હપ્તે મોબાઈલ ફોન ખરીદવા જેવી છે. આલ્ફાન્સો કેરી ખરીદવા માટે ગ્રાહકે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે અને તેની કુલ ખરીદી કિંમતની 3, 6 કે 12 મહિનાના સરળ EMIમાં ચૂકવણી કરવાની રહેશે. વેપારીએ કહ્યુ કે, EMI પર કેરી ખરીદવાની સ્કીમ ઓછામાં ઓછા 5000 રૂપિયાની ખરીદી પરથી ઉપલબ્ધ છે.
હેલ્થ ઈન્સ્યોરન્સને લઇ સૌથું મોટા સમાચાર । Health Insurance
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans