દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : પાલનપુર (Palanpur) મામલતદાર કચેરીમાં જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું. મામલતદાર કચેરીમાં આવેલા અલગ અલગ વિભાગોની ચેમ્બરમાં કલેકટર દ્વારા ઓચિંતું ચેકીંગ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલે અલગ અલગ વિભાગોની ચેમ્બરમાં પહોંચી કામગીરીનો તાગ મેળવ્યો હતો.
અરજદારોના કામ થાય છે કે કેમ, ક્યાં પ્રકારની કામગીરી કરાય છે, અરજદારોના પ્રશ્નોનો હલ આવે છે કે નહિ તે દિશામાં કલેકટરએ ચેકીંગ હાથ ધર્યું હોવાની માહિતી મળી રહી છે. કલેકટરના સરપ્રાઇઝ ચેકીંગને લઈ મામલતદાર કચેરી આલમમાં ખળભળાટ જોવા માંડ્યો હતો.