Kalol Bus Accident : ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. એવામાં આજ રોજ બુધવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. એસ.ટી બસે અડફેટે લેતા 5 લોકોના મોત નીપજ્યાં છે. તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કલોલમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોઈને ઊભેલા મુસાફરોને અડફેટે લેતા 4 લોકોના મોત નીપજ્યા છે. ST બસ નીચે 5 લોકો કચડાયા છે. ચારેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી એક લક્ઝરી બસ ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. બસની રાહ જોઈને ઊભેલા મુસાફરોને ST બસે કચડી નાખ્યા હતા. બસના તોતિંગ ટાયર મુસાફરો પર ફળી વળતાં 5 મુસાફરનાં મોત થયાં હતાં, જ્યારે 9 મુસાફરને ઈજા પહોંચી હતી. આ અંગે કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોરે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ કલોલ હોસ્પિટલ આવ્યો છું. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયાં છે.
કલોલ અંબિકા બસ સ્ટેન્ડ પર મુસાફરો પોતાના કામ-ધંધા અર્થે વાહનની રાહ જોઈને ઊભા હતા. એ વખતે એક વાદળી કલરની એસટી બસ રોડ પર ઊભી હતી, જેની આગળ મુસાફરો બસની વાહનની રાહ જોઈને ઊભા રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક લકઝરી ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે અને ગલતભરી રીતે હંકારીને વાદળી કલરની એસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બસ એકદમ આગળ ધકેલાઈ ગઈ હતી. એ જ ઘડીએ ત્યાં ઊભેલા મુસાફરો ST બસની હડફેટે આવી ગયા હતા.
મૃતકનાં નામ
- શારદાબેન રોહિતભાઈ જાગરિયા, ગોપાલ નગરનાં છાપરાં પંચવટી કલોલ
- બળવંતજી કાળાજી ઠાકોર, પિયજ
- દિલીપસિંહ એમ. વિહોલ, ઇસંડ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ હતા
- પાર્થ ગુણવંતભાઈ પટેલ, એલ.૩ દ્વારકેશ રો હાઉસ પંચવટી વિસ્તાર, કલોલ
- સાવન સુરેશભાઈ દરજી