પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા થી હીસોર વચ્ચે આવતી મોયણી નદીના પટમા લીમડાના ઝાડ નીચે યુવક યુવતીની આત્મહત્યા કરેલી લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ધટના ની જાણ વામૈયા અને હીસોરના ગામલોકોને થતા ટોળે ટોળા રાત્રે ઉમટી પડ્યા હતા અને કાકોશી પોલીસ અને સરસ્વતી તાલુકા પોલીસને જાણ કરાતા કાકોશી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત પોલીસ સ્ટાફ અને સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવ સરસ્વતી તાલુકાના પોલીસ સ્ટેશનના હદમાં આવતા સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત પોલીસ સ્ટાફે કાયૅવાહી હાથ ધરી બન્ને મૃતદેહને પીએમ માટે મોડી સાંજે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટના ની તપાસ સરસ્વતી તાલુકા પીઆઇ અને પોલીસ સ્ટાફ કરી રહી છે. આ બન્ને યુવક યુવતીએ કેમ આત્મહત્યા કરી તે હકીકત હજુ સુધી જાણવા મળી નથી, પરંતુ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે. યુવક વામૈયા ગામનો અને યુવતી હીસોર ગામની હોવાનું જાણવા મળ્યું છે.