GSEB SSC Result Patan 2023 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારે માર્ચ-એપ્રિલ 2023 માં લેવાયેલી ધો. 10 એસ એસ સી ની પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 62.17 ટકા પરિણામ જાહેર થયું હતું.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો 10 એસએસસીનું માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધો. 10 SSC પરીક્ષાનું પરિણામ ઓનલાઇન (Online) જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ શહેરની સગોટાની બીજી શેરીમાં રહેતા દરજી રેનીશભાઈ દીકરી દરજી આસ્થાને (Aasth Darji) 99.99 PR સાથે જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
દરજી આસ્થા : હું 18 કલાક મહેનત કરી ત્યારે આ પરિણામ આવ્યું છે. પણ આ પરિણામથી જોઈએ તેવું પરિણામ નથી. પણ આ પરિણામથી સંતોષ માનવો પડશે. આ પરિણામ પાછળ મારા પરિવાર અને મારા સ્કૂલ પરિવારના શિક્ષકો અને ટ્યૂશન કલાસીસના શિક્ષકોનો ખૂબ સાહયોગ મળ્યો છે. જેના કારણે મારુ આ પરિણામ મળ્યું છે. મારે 11 અને12માં મહેનત કરી ડોકટર બની લોકોની સેવા કરવી છે.
પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં રહેતી મધ્યમ વર્ગની સલાટ સીમા (Salat Sima) મહમદભાઈને ધો 10ની બોર્ડની પરીક્ષામાં 99.98 PR મેળવ્યા છે. જિલ્લા માં બીજો નંબર મેળવ્યો હતો. સલાટ સીમા એ જણાવ્યું હતું કે હું શહેર ની બી એમ હાઈસ્કૂલ માં અભ્યાસ કરું છું. મારે ધો 10ની બોર્ડ ની પરીક્ષા માં 99.98 પી આર આવ્યા છે જેની મને ખુશી છે. આ પરિણામ પાછળ મારા પરિવાર અને સ્કૂલ પરિવાર અને ટ્યૂશન શિક્ષકની મહેનત છે .હું દિવસ માં 17 થી 18 કલાક વાંચતી હતી અને સ્કૂલ અને ટ્યૂશન માં કારેવલ રિવિઝન ઘરે કરતી હતી. મારે ધો 11 અને 12માં સારી મહેનત કરી સારા માર્ક્સ મેળવી એમબીબીએસ માં એડમિશન લેવું છે અને ડોક્ટર બનવું છે.
પાટણ શહેરમાં ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરતી રાવળ યામીની કિરણભાઈ દ્વારા ધોરણ 10 ની પરીક્ષામાં 600 માંથી 544 ગુણ મેળવી A1 ગ્રેટ પરિણામ પ્રાપ્ત કર્યું હતું. યામીનીએ જણાવ્યું હતું કે રોજે પાંચ કલાકથી વધુ તૈયારી કરતી હતી.
જો ગુજરાતના જિલ્લા મુજબ વાત કરી તો સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45% પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75% પરિણામ, બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 95.92% પરિણામ, નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94% પરિણામ, અમદાવાદ શહેરનું 64.18% પરિણામ, અમદાવાદ ગ્રામ્યનું 65.22% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.74% પરિણામ, વડોદરા જિલ્લાનું 62.24% પરિણામ આવ્યું છે. ખાસ જણાવી દઈએ કે વર્ષ 2022નું તુલનાએ 0.56 % ઓછું પરિણામ આવ્યું છે.