દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી 50,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપતા હડકપ મચી ગયો છે જેમાં એ સી બી ટીમેં તલાટી કમ મંત્રીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે
કાંકરેજ તાલુકાના શિરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ભાવેશકુમાર દલસુખભાઈ પ્રજાપતિ ગામમાં થયેલ સરકારી વિકાસના કામો અંતગર્ત રસ્તાનું કામ કરેલ હતું જે કરેલ કામોના બિલ મંજૂર કરવા તેમજ પેમેન્ટના ચેક ની પ્રક્રિયા જલ્દી કરવા માટે જાગૃત નાગરિક પાસે તલાટી કમ મંત્રીએ ૫૦,૦૦૦ ની લાંચ માગતા જાગૃત નાગરિકે એસીબી ને સંપર્ક કર્યો હતો.
જેમાં આજરોજ શિરવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી 50,000 ની લાંચ સ્વીકારતા એસીબી ટિમ એ તલાટી કમ મંત્રીને ઝડપી લીધો હતો જેમાં એ સી બી ટીમે તલાટી કમ મંત્રીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે કાંકરેજ તાલુકાના શિરવાડા ગ્રામ પંચાયતનો તલાટી લાચ લેતા જડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે