Patan : સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામે ગામ લોકોએ દારૂબંધીનો ઠરાવ કર્યો છે. તેમજ ગામમાં દારૂના અડ્ડા બંધ કરવા અપીલ કરાઈ હતી. તેમ છતાં જો દારૂનું દૂષણ બંધ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગામમાં દારૂની બંદી ભયંકર રીતે પ્રસરી હોઈ ગામનું યુવાધન દારૂના રવાડે ચડી જીવન બરબાદ કરી રહ્યું છે. ત્યારે દશાવાડા ગામમાં ગ્રામજનોએ દારૂના ઉત્પાદન તેમજ વેચાણ પર પ્રતિબંધ મુકતો ઠરાવ પસાર કર્યો છે.
ગામમાં દારૂ પીને જાહેરમાં ફરનાર ઈસમ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે. ગામના યુવાનો અને વડીલો દ્વારા સ્વૈચ્છિક રીતે ગામના ભલા માટે દારૂના અડ્ડા બંધ કરવા બુટલેગરોને અપિલ કરાઈ છે, તેમ છતાં જો દારૂના અડ્ડા બંધ કરવામાં નહીં આવે તો ગામલોકો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. આ તકે મોટી સંખ્યામાં યુવાનો, વડીલો ઉપસ્થિત રહી દારૂનું દુષણ દૂર કરવા કાર્યવાહી કરવા સંકલ્પ લેવાયો હતો.