Patan News : પાટણના બાલીસણા ગામે રવિવારની રાત્રે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની બાબતને લઈ બે કોમ વચ્ચે થયેલી મારામારી મા બંને કોમના ઇસમો ઈજા ગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બનાવવાની જાણ પોલીસ તંત્રને થતા પોલીસે બાલીસણા ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણના બાલીસણા ગામે રાત્રિ દરમિયાન સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે થયેલા વિવાદને લઈ સ્થિતિ વણસી હતી. જેમાં અલગ-અલગ સમાજના બે જૂથો વચ્ચે રાત્રે વિવાદ વક્રતા મારા મારી થઈ હતી. બંને જૂથના લોકો દ્વારા એકબીજા ઉપર હુમલો કરતા મારામારીના દૃશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
(1) અબ્દુલ ઉર્ફે ભેલુ માસ્તર કાદર માસ્તર ગામ. બાલીસણા (2) તોફિક હુસેન નરમીયા શેખ ગામ, બાલીસણા, (3) સહદ મહંમદ હસાબ શેખ ગામ. બાલીસણા (4) આરિફ અબ્દુલભાઇ શેખ ગામ. બાલીસણા , (5) ઇલિયાસ ઇબ્રાહિમભાઇ શેખ ગામ. બાલીસણા . (6) ફૈજરઅલી મિજામ ઉડ્રીલ શેખ ગામ. બાલીસણા (7) એહમદભાઇ ડેલીગેટ ગામ. બાલીસણા, (8) સિકંદર અબ્દુલભાઇ ઇકો ગાડીવાળો ગામ. બાલીસણા . (9) ખલીલભાઇ દિલાવરભાઇ ગેરેજવાળો ) ગામ. બાલીસણા આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ સામે પણ ફરિયાદ થઈ છે જેનું નામ સામે આવ્યું નથી
સામે પક્ષ
(1) ક્રિશ પટેલ- ગામ. બાલીસણા
(2) નિમેષ પટેલ -ગામ. બાલીસણા
જૂથો વચ્ચે અથડામણ ના CCTV આવ્યા સામે