Swaminarayan and Khodiyar Maa Controversy : ભીત ચિત્રોનો વિવાદ માંડ માંડ થાળે પડ્યો છે ત્યારે ફરી એકવાર વિવાદીત નિવેદનને લઈ ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા સનાતન ધર્મ અને ભગવાનો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લામાં આવતા માટેલ ખોડીયાર ધામના મહંત સહિતના સંતો, મહંતો અને ખોડીયાર ભક્તો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. સ્વામી નારાયણ સંપ્રદાયના સંત દ્વારા માફી માંગવામાં આવે અને તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે તેવી માંગ કરવામાં આવી છે.
મીડિયા અહેવાલો પ્રમાણે રાજકોટના એક કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું.
તેમણે એવું પણ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર માતા છે પણ આપણા ભગત થયા એટલે તેમન કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. ઘણા લોકો કુળદેવીને પકડીને રાખે છે મુક્તા જ નથી પણ મુકી દેવા પડે છે કેમ કે કુળદેવી નારાજ થાઈ જશે, નારાજ ના થાય એટલે પગે લાગે.
બ્રહ્મ સ્વામીએ કહ્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જ્યારે જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પુછ્યું, કે આ કોણ છે? ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે. મહારાજે પોતાના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.