Patan Love Darji Suicide Case : પાટણનાં સિધ્ધિ સરોવરમાં તાજેતરમાં લવ રાકેશ દરજી નામનાં યુવકે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. આ કેસમાં મૃતકનાં પિતાએ દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી હતી. ડીવીઝન પોલીસે લવ દરજીને મરવા માટે મજબૂર કરવાનો આક્ષેપ ધરાવતા વિપુલ ઉર્ફે બકો નારણભાઇ સાધુ રે. પાટણવાળાની આત્મહત્યા કેસમાં અટકાયત કરી હતી. પાટણની જ્યુડીસીયલ કોર્ટમાં આરોપીને રજૂ કરતાં તેને જેલ હવાલે કરાયો હતો.
પાટણનાં લવ દરજીએ તા. 26- 8-23 નાં રોજ પાટણ શહેરનાં સિધ્ધિ સરોવરમાં બપોરના સમયે ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું, તે પૂર્વે તેણે રેકોર્ડ કરેલા વીડિયોમાં તેણે પોતે આરોપી વિપુલનાં કથિત ત્રાસથી જીવવા નથી માંગતો તેવા પ્રકારનું ઉચ્ચારણ કરીને તળાવમાં ઝંપલાવી દીધું હતું, જે આધારે પોલીસે તેના પિતાની ફરીયાદ નોંધી હતી અને વિપુલ ઉર્ફે બકો નારણભાઇ સાધુ રે. પાટણવાળાની આત્મહત્યા કેસમાં અટકાયત કરી જ્યુડીસીયલ કોર્ટનાં રજૂ કરતાં તેને જેલ હવાલે કરાયો હતો.
શું હતી સમગ્ર ઘટના : Patan Love Darji Suicide Case
પાટણ શહેરના ખાન સરોવરમાં (Khan Sarovar) એક આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી. સરોવરથી 500 મીટર દૂર વૃક્ષ નીચે કોર્પોરેટર સહિત બેઠેલા યુવકોના ટોળામાંથી એક યુવકની નજર સરોવરમાં પડી હતી. સરોવરમાં યુવક ડૂબતો દેખાતા તેને બચાવવા માટે દોડ લગાવી હતી. ત્યાં સુધીમાં યુવક પાણીની અંદર ડૂબી ગયો હતો છતાં યુવકને બચાવવા માટે સ્થાનિક એક યુવકે પાણીની અંદર છલાંગ લગાવી તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળી આવ્યો ન હતો.
જેથી કોર્પોરેટર દેવચંદ ભાઈ પટેલે બચાવવા માટે તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બોટ અને તરવૈયાની ટીમ દ્વારા અંદર શોધખોળ હાથ ધરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. દિવસ ભર શોધખોળ બાદ પણ લાસ મળી ન હતી. બીજા દિવસે યુવકની લાશ મળી હતી.