Vadodara News : વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ કોલોનીના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શહેર પાણીગેટ ફાયરવિભાગના જવાનો તાત્કાલિક કોલ મળતાની સાથે સ્થળ પર પહોંચી સૌપ્રથમ અંદર રહેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગ્રાઉન્ડ ફ્લોર સાથે ફર્સ્ટ ફ્લોર પર પહોંચતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કર્યું હતું. આ આગની ઘટનામાં પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ઘરનો સમાન બળીને રાખ થઈ ગયો હતો.
દંપતિ કાંઈ સમજે તે પહેલા તો આગ ફર્સ્ટ ફ્લોર સુધી આવી ગઈ હતી અને ચારે બાજુ ધુમાડા છવાયા હતા. બંને પતિ પત્ની જીવ બચાવી રૂમની બહાર નીકળ્યા હતા અને ગેલેરીમાંથી નજીકના શેડ પર કૂદ્યા હતા. જેથી તેમનો બચાવ થયો હતો.
આ દરમિયાન તેમના બંને પુત્રો બુરાહઉદ્દિન 12 અને અબ્દુલ સૈયદ 8 પણ ઉઠી હતા તેઓ બાથરૂમમાં ઘૂસી ગયા હતા. આ વખતે પાણીગેટ ફાયર બ્રિગેડ આવી જતા જવાનોએ બી એ સેટ પહેરી આગમાં ફસાયેલા બંને બાળકોને બચાવી લીધા હતા. ત્યારબાદ દોઢ કલાકે આગ કાબુમાં આવી હતી. આગમાં ઘરની તમામ ચીજ વસ્તુઓ તેમજ ઇલેક્ટ્રોનિક સાધનો ખાક થઈ ગયા હતા. આગનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે અને ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવનાર છે.