મોહમ્મદ પઠાણ, Patan : પાટણ જિલ્લા કલેકટર ના આદેશ ના પગલે નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યાને હલ કરવા માટે નગરપાલિકાએ ઢોર પકડાવના શરૂ કર્યા છે ત્યારે રખડતા પશુઓને ડબ્બે પૂરી આબાદ તેને છોડાવવા આવતા પશુપાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની શરૂઆત કરવામાં આવી છે.
પાટણ નગરપાલિકા દ્વારા પકડવામાં આવતા ઢોરોને નગર પાલિકાના મોતીશા દરવાજા ખાતે આવેલ જગ્યા પર રાખવામાં આવતા હોય છે ત્યારે આ ઢોરોને રાખેલ જગ્યાના જાપાના તાળા તોડી ને રાત્રે પંદર જેટલા રખડતા ઢોર માલિકો નું ટોળું પશુઓ ને છોડી ને ભગાડી ગયું હતું.
તો આ વિસ્તાર ના કોર્પોરેટર દેવચંદભાઈ અને ઢોર ડબ્બાના કલાર્ક ભરતભાઈ પટેલ દ્વારા પોલીસ ને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. અંદાજે 20 થી વધુ ઢોર છોડાવી અને સરકારી મિલકતના તાળા તોડી ને જાણે પોલીસ ને ઢોર માલિકો ચેલેન્જ આપી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.