Tableau of Indira Gandhi's assassination made in Canada, Indian MP worried about Khalistani's act

છ જૂને ઓપરેશન બ્લુ સ્ટારની 40મી વરસીએ કેનેડામાં ઈન્દિરા ગાંધીની હત્યાનો ટેબ્લો બનાવવામાં આવ્યો હતો. તેમજ આ ટેબ્લો વૈકૂવરમાં કાઢવામાં આવ્યો હતો. જેમાં ઈન્દિરા ગાંધી ગોળીઓ વાગેલું પુતળું બનાવવામાં આવ્યું હતું. ઉપરાંત, તેના હત્યારાઓ બેઅંત સિંહ અને સતવંત સિંહને ઈન્દિરા ગાંધી પર બંદૂક તાકીને દર્શાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટોરોન્ટોમાં  દેખાવકારોએ મોટા પ્રમાણમાં ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા હતા અને ભારતીય દૂતાવાસની બહાર ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

ટ્રુડોની કેબિનેટએ પણ વિરોધ કર્યો 

શીખ ફોર જસ્ટિસ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર ખાલિસ્તાની સમર્થકોના કામનો ભારે વિરોધ કરી ચૂકી છે. ટ્રુડોના પાર્ટીના સાંસદ અનીતા આનંદે પણ આ ઘટનાની આલોચના કરી છે. તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો હિંસક ટેબ્લો અસ્વીકાર્ય છે. તે હિંસા અને નફરતને પ્રોત્સાહન આપે છે. 

ભારતીય મૂળના કેનેડાના સાંસદ ટેબ્લો બાબતે ચિંતા વ્યક્ત કરી

ચંદ્રઆર્યએ દાવો કર્યો હતો કે, ખાલિસ્તાન સમર્થકો ફરી એકવાર ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના પૂતળાં લગાવીને હિંદુ-કેનેડિયનો વચ્ચે હિંસાનો ભય પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવી ધમકીઓ ચાલુ જ છે. થોડા સમય પહેલા બ્રામ્પટનમાં પણ આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. તેમજ થોડા મહિનાઓ પહેલા શીખ્સ ફોર જસ્ટિસના પન્નુએ હિંદુઓને ભારત પાછા જવા માટે કહ્યું હતું. હું કેનેડામાં તપાસ કરતી એજન્સીઓને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાનું કહીશ.’ 

બે વર્ષથી ઈન્દિરા ગાંધીની હત્યાનો ટેબ્લો કાઢવામાં આવે છે 

જૂન 2023 માં, કેનેડાના બ્રામ્પટન શહેરમાં ઈન્દિરા ગાંધીનો ટેબ્લો કાઢવામાં આવ્યો હતો. આ ટેબ્લોમાં ઓપરેશન બ્લુ સ્ટાર અને 1984ના શીખ વિરોધી રમખાણોના બેનરો પણ હતા. જેની ભારતે આલોચના કરી હતી.  તેમજ આ ટેબ્લોનો વીડિયો સામે આવ્યા બાદ કેનેડામાં જ તેની સામે વિરોધ શરૂ થયો હતો. સોશિયલ મીડિયા પર ટેબ્લોના વીડિયો અપલોડ કરીને, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને તેના માટે જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગણી કરતી ઝુંબેશ ચાલી હતી.

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024