ભારતમાં મોટાભાગનાં ઘરમાં લસણ વગર તો રસોઇ જ શરૂ ન થાય. જોકે લસણ ફોલવામાં ઘણો સમય લાગતો હોય છે. લસણને ફોલીને સ્ટોર કરી લેવામાં આવે તો ઘણો સમય બચી શકે છે. પરંતુ એકસાથે વધારે લસણ ફોલવાનો પણ ઘણીવાર કંટાળો આવતો હોય છે. આજે અમે લાવ્યા છીએ એકસાથે 1 કિલો લસણ માત્ર 2 મિનિટમાં ફોલવાની એક સરળ રેસિપિ.
ફટાફટ લસણ ફોલવાની કિચન ટિપ્સ
સામગ્રી:-
એક કઢાઇ
બે ગ્લાસ પાણી
સૂકું લસણ
રીત:-
સૌપ્રથમ લસણના દળાને હાથથી જ દબાવીને બધી જ કળીઓ છૂટી પાડી દો.
આ જ રીતે બધા જ લસણની કળીઓ છૂટી પાડી દો.
ત્યારબાદ જે પણ ફોતરાં નીકળ્યાં હોય એમાંથી માત્ર લસણની કળીઓ અલગ લઈ લો.
ત્યારબાદ એક કઢાઇમાં પાણી લઈ થોડું ગરમ કરી લો.
ત્યારબાદ આ પાણીમાં લસણની બધી જ કળીઓ નાખો અને એક મિનિટ માટે આમ જ પલળવા દો.
ત્યારબાદ હાથથી જેમ-જેમ મસળશો તેમ-તેમ કળીઓ પરથી ફોતરાં ફટાફટ છૂટાં પડવા લાગશે.
ત્યારબાદ પાણીમાંથી કળીઓ બહાર કાઢી લો અને એક કૉટનના કપડા પર પાથરીને કોરી કરી દો અને ડબ્બામાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.