વૈજ્ઞાનિકો ભુતકાળ યુગની રસપ્રદ ચીજોને શોધવામાં લાગેલી હોય છે. આ બધા વચ્ચે તેમણે 9000 વર્ષ પહેલાના સમયની એક ટીનેજ છોકરીનો ચહેરો તૈયાર કર્યો છે. જે એવું જણાવે છે કે મધ્ય પાષાણ યુગમાં લોકો કેવા દેખાતા હશે.

આ ચહેરાને જોઈને તમને એવુ લાગે છે કે 7 હજાર વર્ષ પહેલા સ્ત્રીઓનો ચહેરો પુરૂષો સાથે મળતો આવતો હતો. એવું માનવામાં આવે છે કે આ યુગમાં Dawn (ગ્રીકમાં Avgi) નામની છોકરી 15-18 વર્ષની હશે ત્યારે તેમનું મૃત્યુ થયું હશે.

સ્વીડનના પુરાતત્વવેદી અને શિલ્પકાર ઓસ્કર નીલસન અનુસાર Avgi ખુબ જ ખાસ હતી. જે સ્રીની ખોપરી અને બનાવટ ઘણી અલગ હતી. આ પહેલા પણ ઓસ્કર પહેલા પણ કેટલાક પ્રાચીન માનવોને પોતાની શિલ્પકલાથી જીવન આપી ચૂક્યા છે. જેમાં એથેન્સની 11 વર્ષની છોકરી Myrtis પણ સામેલ છે.

તેઓ કહેતા હતા કે પાષાણ કાળમાં પુરૂષો અને સ્ત્રીઓના ચહેરાની વનાવટ સમય સાથે બદલાતી ગઈ, હવે પુરૂષો અને મહિલાઓ ઓછી પુરૂષવાચી દેખાય છે.

Avgiના આ નવા અદ્ધત રૂપને યૂનિવર્સિટી ઓફ એથેન્સની રિસર્ચર્સ ટીમ દ્વારા એક્રોપોલિસ મ્યૂઝિમયમાં લગાવી છે. જો કે કેટલાક લોકોને Avgiને જોઈને લાગે છે કે તે ચહેરા પરથી ખુશ નથી લાગી રહી. પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું કે તેના પોતાના મોંઢાના આકારને લઈને તે આવી દેખાય રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.