અમુક-અમુક વ્યક્તિઓના જિંદગીના કિસ્સાઓ જાણવા જેવા રોચક હોય છે. એવી રીતે આજના આર્ટિકલમાં આપણે વાત કરવાના છીએ “બાલાજી વેફર્સ”ના માલિક એવા ચંદુભાઇ વિરાણીની.
જુવાનીના જોશમાં કંઈક નવું કરવાની ઈચ્છા મનમાં પહેલેથી હતી પણ ખેડૂત પરિવારના દિકરાની શરૂઆત બહુ મુશ્કેલીથી થઇ. ખેતીકામથી લઈને બિઝનેસમેન બનવા સુધીની સફરમાં તો ઘણા મુશ્કેલીના પહાડો આવ્યા હતા પણ કહેવાય છે ને, “કોશિશ કરનેવાલો કી હાર નહીં હોતી.” માત્ર 10 ધોરણ પાસ એવો એક ગુજરાતી કે, જે ગામડામાંથી આવે છે અને આજે ચાર હજાર કરોડ રૂપિયાની કંપનીનો માલિક છે.
જામનગર જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા વિરાણી કુટુંબના ત્રણ ભાઈઓએ ભીખુભાઈ, ચંદુભાઈ અને કનુભાઈએ 1972માં વડીલોની સંપત્તિ એવું ખેતર માત્ર ૨૦ હજારમાં વેચી નાખ્યું. એ પૈસા લઈને તે રાજકોટ આવ્યા અહીં આવીને તેને ખેતીના સાધનો બનાવવાનો ધંધો ચાલુ કર્યો. આ ધંધામાં એકદમ નિષ્ફળતા મળી. આ થયું એટલે પરિવારની મરણમૂડી પણ જતી રહી.
પછી ત્રણેય ભાઈઓએ એકસાથે મળીને એક બોર્ડિંગનું રસોઇ કામ હાથમાં લીધું. સવાર-બપોર-સાંજ જમવાનું બનાવીને વિદ્યાર્થીઓને જમાડવાનું કામ શરૂ કર્યું. એમ સમય ગયો અને વધુ કમાણી કરવા આ ત્રણેય ભાઇઓની ત્રિપુટીએ રાજકોટના સિનેમાઘરમાં વેફર્સ અને સેન્ડવીચની કેન્ટીન શરૂ કરી. શરૂઆતમાં તો તેઓ બહારથી મટીરીયલ્સ(નમકીન) લાવીને વેચતા હતા પણ શું ખબર કે અહીંથી સૂરજ ચમકવાનો છે!!
ત્રણેય ભાઈઓની પત્ની ઘરે વેફર્સ બનાવે અને પછી તેના પતિદેવ વેચવા માટે જતા. એમ, આવી રીતે ઘરનું ગુજરાન ચાલતું હતું. બસ, અહીંથી ચંદુભાઈને વેફર્સના ધંધામાં આગળ વધવાની લગની લાગી એટલે વેફર્સનું કામ ધીમે-ધીમે મોટું કર્યું. ઘરે બનાવેલી વેફર્સના પેકેટ નાની-મોટી દુકાને આપવાનું ચાલુ કર્યું. અનુભવ થતો ગયો એમ વિરાણી પરિવાર મજબૂત બનતો ગયો.
આમ પણ એ સમયમાં ફૂડપેકેટનો જમાનો ન હતો અને પેકેટમાં મળતી વસ્તુઓને વાસી ગણવામાં આવતી હતી. લોકો તાજી વાનગી ખરીદતા પણ ચંદુભાઈની રાત-દિવસની મહેનત એકવાર જરૂરથી રંગ લાવી. આ ચંદુભાઇએ પંદર-સત્તર વર્ષમાં નમકીન જગતની છબી બદલી નાખી. હવે, માર્કેટમાં ચંદુભાઈની વેફર્સ સારી ચાલતી હતી અને તેનું સેલિંગ એવરેજ ફિગર પણ ઉંચો જતો હતો. લોકો પેકેટમાં મળતા મટીરીયલ્સ ઉપર વિશ્વાસ કરવા લાગ્યા. એ પછી ક્વોલીટીમાં નંબર વન વેફર્સ બધે જ ચાલવા લાગી.
1989 સાલમાં ચંદુભાઈએ ઓટોમેટીક વેફર્સ બનાવવાનો પ્લાન રાજકોટમાં સ્થાપિત કર્યો અને અહીંથી તેની ગાડી પૂરજોશમાં ચાલવા લાગી. તો આપણે બધા “બાલાજી વેફર્સ” ને નામથી જ ઓળખી જઈએ છીએ. તો આવી હતી ચંદુભાઇ વિરાણીની અને તેના પરિવારની મહેનત. જે મહેનત કરે છે એને જરૂરથી કૈંક મળે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.