જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બુધવારે સવારે ઈદના દિવસે આતંકીઓએ એક ઘરમાં ધૂસીને ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં એક મહિલાનું પણ મોત થયું છે, જ્યારે એક યુવકને પણ ગોળી વાગી છે જેની પરિસ્થિતી હજુ નાજુક છે. બીજી તરફ શ્રીનગરમાં ઈદની નમાઝ બાદ ઘણા લોકો રસ્તા ઉતરી આવ્યા હતા. તેમના હાથમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) અને જાકિર મૂસાના પોસ્ટર હતા. ઉપદ્રવિયોએ સુરક્ષાબળો પર પથ્થરમારો પણ કર્યો હતો.
આતંકી પુલવામાના જે ઘરમાં ઘૂસ્યા હતા તે ઘરમાં ઈદનો જશ્ન મનાવાઈ રહ્યો હતો. ઘરમાં રહેલા લોકો કંઈ કરે તે પહેલા જ આતંકીઓ ગોળીઓ ચલાવીને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મૃતક મહિલાનું નામ નગીના હોવાનું સામે આવ્યું છે. સુરક્ષાબળોએ ઘટનાને અંજામ આપવાવાળા આતંકીઓની તપાસ શરૂ કરી દીધી છે. નગીનાના પતિ યુસુફ લોનની પણ બે વર્ષ પહેલા અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી હતી.
શ્રીનગરમાં એક મસ્જિદમાં નમાઝ બાદ ઘણા લોકોએ સુરક્ષાબળો પર હુમલો કરી દીધો હતો. ઉપદ્રવિયોએ પાકિસ્તાન અને આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનવા ઝંડા પણ લહેરાવ્યા હતા. પ્રદર્શનકારીઓમાં મોટા ભાગે યુવાનો હતા જે આતંકી હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને જાકિર મૂસાના પોસ્ટર સાથે તેમના સમર્થનમાં પણ નારા લગાવી રહ્યાં હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.