બ્રેડ પકોડા એક એવો નાસ્તો છે જે ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય છે. બહાર નું કડક ચણા ના લોટ નું પડ, વચ્ચે એકદમ નરમ બ્રેડ એન્ડ અંદર સ્વાદિષ્ટ બટેટા નો મસાલો.. સામાન્ય રીતે બ્રેડ માં વચ્ચે મસાલો ભરી , ચણા ના લોટ ના બેટર માં ડુબાડી ગરમ તેલ માં તળવા માં આવે છે. જે ખૂબ જ વધારે કેલરી થી ભરપુર છે.

સામગ્રી :

• બ્રેડ સ્લાઈસ

• 4 થી 5 ચમચી તેલ , શેકવા માટે

મસાલા માટે :

• 1 વાડકો બાફેલા બટેટા

• 3 ચમચી સમારેલી કોથમીર

• 1 ચમચી ખમણેલું આદુ

• મીઠું

• 1/2 ચમચી સંચળ

• 1 ચમચી જીરા નો ભૂકો

• 1.5 ચમચી લાલ મરચું

ચણા ના લોટ નું બેટર બનાવવા :

• 1.5 વાડકો ચણા નો લોટ

• 1/2 ચમચી અજમો

• થોડી કોથમીર બારીક સમારેલી

• મીઠું

• 1 ચમચી લાલ મરચું

• 1/2 ચમચી હળદર

રીત :

સૌ પેહલા આપણે એક મોટા બાઉલ માં ચણા ના લોટ નું બેટર બનાવીશું. બાઉલ માં ચણા નો લોટ , મીઠું , અજમો , લાલ મરચું , હળદર અને કોથમીર લો.

બધું સરસ મિક્સ કરી લો. જેટલો લોટ એટલું પાણી . આ રેસીપી માં 1.5 વાડકો ચણા નો લોટ છે તો 1.5 વાડકો પાણી. લોટ ના મિક્સર માં પાણી ઉમેરી સરસ મિક્સ કરી લો. ધ્યાન રહે ગાઠા ના પડે . મિક્સ કરી 10 મીનીટ માટે બેટર ને સાઈડ પર મૂકી દો.

હવે તૈયાર કરીશું મસાલો… એક બાઉલ માં બાફેલા બટેટા , કોથમીર , આદુ , લાલ મરચું , મીઠું , સંચળ અને જીરા નો ભૂકો લો…

હાથ થી કે ચમચા થી સરસ મિક્સ કરી લો. અહીં આપ વધેલા બાફેલા બટેટા પણ લઇ શકો છો.. જો ફ્રીઝ માંથી વધેલા બટેટા વાપરતા હો તો બટેટા ને પણ ખમણી લેવા જેથી એકસરખા થઈ જાય.

હવે બનાવીએ પકોડા.. એના માટે સૌ પ્રથમ બ્રેડ ની સ્લાઈસ લો. અડધી સ્લાઈસ પર બટેટા નો તૈયાર કરેલો મસાલો લગાવો. હવે એના પર બીજી સાદી બ્રેડ ની સ્લાઈસ મુકો. આપ ચાહો તો થોડી કોથમીર ની ચટણી એક બાજુ લગાવી શાકો.

નોન સ્ટિક તવો ગરમ કરવા મુકો. એના પર 1 ચમચી તેલ રેડી ફેલાવી દેવું. હવે આ બનાવેલા મસાલા પકોડા ને ચણા ના લોટ ના બેટર માં ડીપ કરો. ધ્યાન રહે બધી જ સાઈડ લોટ થી કવર થાય.

હળવા હાથે તરત ગરમ નોન સ્ટિક ના તવા પર મુકો. જરૂર લાગે તો હજુ અડધી ચમચી તેલ રેડો. મધ્યમ આંચ પર કડક થવા દો. કિનારી કડક થતી દેખાય એટલે હળવે થી ઉથલાવો.

બીજી બાજુ પણ કડક થવા દો, ચારેય સાઈડ્સ પણ શેકવી જેથી કાચા લોટ નો ટેસ્ટ ના આવે, ગરમ ગરમ પીરસો, સાથે ભાવતી ચટણીઓ કે ટામેટા નો સોસ પીરસો.. આશા છે પસંદ આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024