અમદાવાદઃ સ્વાદના રસિયા માટે અમદાવાદમાં આવેલી બિનોરી ધ બ્યુટીક હોટેલના રેસ્ટોરન્ટ પોળ 21માં ‘સિંધ સે પંજાબ ફૂડ’ ફેસ્ટિવલનું આયોજન કરવામાં અવ્યું છે અને આ ફેસ્ટિવલ 16 જૂન સુધી ચાલું રહશેે.
સિંધ સે પંજાબ ફૂડ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે અમદાવાદની એક ખાસ હોટેલમાં, જેમાં સ્વાદરસીક લોકો માણી શકશે એવી વાનગીઓનો સ્વાદ કે જેમાં નવી સ્ટાઈલનું ઇનોવેશન હશે અને જૂની પારંપરિક ભોજનને એક નવા અંદાજમાં પિરસવા જઈ રહ્યું છે.
અમદાવાદમાં યોજાયેલા ફૂડ ફેસ્ટિવલમાં 38થી વધારે અને અલગ-અલગ પરંપરાગત વાનગીઓનો સમન્વય કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલની ખીમજ લોસ્ટ રેસીપી છે. એટલે કે જે લોકોને સિંધી અને પંજાબી ફૂડનો તફાવત અને નવી વાનગીઓ વિશે તથા ખોવાઈ ગયેલી વાનગીઓ વિશે માહિતી આપવામાં આવશે.
આ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓ જેવી કે વેલકમ ડ્રિન્કમાં આમ પન્ના ગુલાબ ઓર ચંદન કા શરબત, પનીર કુરચન, સરસો દા સાગ દાલ ચૂલાઈ કી, ભુગા ચાવલ, સાઈ ભાજી, ધગ વારી ભાજી જેવી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્ય છે અને આ ફેસ્ટિવલ 16 જૂન સુધી ચાલુ રહેશે.
અમદાવાદમાં S.G હાઈ વે પર આવેલ Binori Hotel ખાતે એક સરસ મજાનો ટેસ્ટી ફૂડ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે.
આ ફૂડ ફેસ્ટિવલની સૌથી મજેદાર વાત એ છે કે અહીં તમને ડિનરમાં સિંધ અને પંજાબની અવનવી અને વિસરાતી વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ ફૂડ ફેસ્ટિવલનું સ્પેશિયલ રિસર્ચ અને આયોજન હની સિંઘ ચાવલા દ્રારા કરવામાં આવેલ છે. જેમાં શેફ. પ્રિતમ શર્મા એક્ઝિક્યુટિવ શેફની ભૂમિકા ભજવી રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.