હવે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ કેમ્પસમાં ઈ રીક્ષામાં એક સ્થળેથી બીજા સ્થળે ફરી શકાશે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ પી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈ રીક્ષાને લીલી ઝંડી આપીને શરૂઆત કરાવી હતી. ઓએનજીસીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને ઈ રીક્ષાઓ ભેટમાં આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હેમચંદ્રાચાર્ય ગુજરાતી ભાષા અને વ્યાકરણ રચયિતા અને વિદ્વાન હતા અને તે સમયે આચાર્યશ્રીની જ્ઞાનની આ પરંપરાને સિધ્ધ હેમશબ્દાનુશાસન વ્યાકરણને હાથીની અંબાડી ઉપર સ્થાન આપી સન્માનીત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે આદિઅનાદિ કાળથી ગુજરાતે લક્ષ્મી કરતાં સરસ્વતીને વધારે મહત્વ આપ્યું છે તેથી જ તક્ષશીલા તથા વલભી વિદ્યાપીઠો ગુજરાતમાં હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરસ્વતીની સાધના એટલે શિક્ષણ અને જ્ઞાનનું સન્માન. તેમણે દેશમાં યુવાનોને તેમની સ્કીલ પ્રમાણે તકો ઉપલબ્ધ થાય તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પરિકલ્પના સેવી છે તે આજે ન્યુ ઇન્ડિયા થકી સાકાર થઇ રહી છે. તેની ભૂમિકા આપી હતી.
ગુજરાતના યુવાનને ડીજીટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા થકી નવીન તકો મળી રહી છે.આ માટે ગુજરાત સરકારે છેલ્લા બે દશકામાં એકવીસમી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ૬૦ જેટલી યુનિવર્સિટીઓનું નિર્માણ કરી યુવાશકિતને વ્યાપક તકો પૂરી પાડી છે.
ગુજરાતે પેટ્રોલિયમ, રક્ષા અને ફોરન્સીક જેવી વિશ્વ કક્ષાની યુનિવર્સીટીઓથી રાજ્યના યુવાનોને શિક્ષણ માટે રાજ્ય-દેશ બહાર જવાના બદલે ઘર આંગણે જ શ્રેષ્ઠ અને વિશ્વકક્ષાનું જ્ઞાન મળી રહે તેવી સુવિધાઓ ઊભી કરી છે તેની વિગતો તેમણે આપી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.