અલ્પેશ ઠાકોર રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા અત્યારે વિવાદોમાં ઘેરાયેલા છે. પોતાના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે અનેક પ્રશ્નો ઊભા થયેલા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી હાથધરાતા આજે અલ્પેશ ઠાકોર હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા. અને તેમણે પોતાનો પક્ષ રજૂ કરતા સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગત જણાવી હતી. સોગંદનામામાં જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ ન હતું.
સમગ્ર ઘટનાની મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસમાંથી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે થોડા મહિનાઓ પહેલા રાજીનામું આપવાની વિગતો સામે આવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર નહીં હોવાથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે અલ્પેશ ઠાકોર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામુ રજૂ કર્યું હતું.
અલ્પેશ પોતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ન હોવાનું ચોંકાવનારું સોંગદનામું રજૂ કર્યું હતું. આમ અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામા અંગે ગુજરાત હાઇકોર્ટમાં મોટો ધડાકો કર્યો હતો. બીજી તરફ અલ્પેશ ઠાકોરના કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ થયો નથી. અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું ગણી શકાય નહીં અને તેના આધારે અલ્પેશ ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીં પણ થઇ શકે નહીં એમ કોર્ટે જણાવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું રજૂ કર્યું હતું કે, તેણે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું નથી. તેમજ કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર પણ નથી.
કોંગ્રેસે કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ કર્યો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામું ગણી શકાય નહિં અને તેના આધારે તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહીં.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.