ઘટનાને મળતી માહિતી અનુસાર ખાંભાના તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલ અને ફોરેસ્ટર યાસીન જુનેજાએ રાવલ ડેમમાં માછીમારી કરતા વડલી ગામના બે યુવકને પકડી દંડ વસૂલાત કરી હતી. ત્યાર બાદમાં અજીત ઇસ્માઇલ સમા નામના યુવકને ઢોર માર માર્યો હતો. તેને લઇ આજે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં બંને ફોરેસ્ટ કર્મચારીઓ વિરૂદ્ધ આઇપીસી કલમ 323, 325, 504 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટના એવી હતી કે બે યુવકો માછીમારી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યાકે પકડાઇ જતા 5 હજારનો દંડ લીધો હતો બાદમાં અજીતને ઢોર માર માર્યો હતો. ભોગ બનનાર અજીત હાલ ઉનાની મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાબારીકા રાઉન્ડના ફોરેસ્ટર યાસીન જુનેજા વિરુદ્ધ થોડા સમય પેહલા દલડીના એક માલધારી દ્વારા મારણની અરજી સ્વીકાર કરવા માટે લાંચ માંગી હોવાની રજૂઆત થઇ હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.