પાટણના બસ સ્ટેશન નજીક આવેલ ભગવતી નગર સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ સોનીના પુત્ર તીર્થ સોનીની રાજસ્થાનના ઉદયપુર ખાતે હોટલમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા કરાતા શહેરમાં સમાજમાં આઘાતની લાગણી ફરી વળી હતી. પોલીસે આ ઘટનામાં ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અમદાવાદની નિવાસી નેહા દેશમુખ અને દાનિશએ એક માસ પહેલા લગ્ન કર્યા હતા પરંતુ નેહા પરણિત હોઈ તેને બે બાળકો પણ છે જેને દાનીશના પરિવારજનોએ સ્વીકારી ન હતી. આ નેહાની ભત્રીજી નિશા અને તીર્થ એકબીજાના મિત્ર હતા અને તીર્થ પણ નેહાનો સંસાર બચાવવા પ્રયાસ કરતો હતો જે દાનિશને પસંદ ના હોય તેની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે ફરદીન ઉર્ફે તોસિફ અહમદ નૂર, શાહિદ ઉર્ફે સાદ એજાજખાન અને કાદીર ઈનાયત હુસેનને પકડી લીધા છે. જ્યારે કાવતરાખોર મનાતા દાનીશ વાસીનખાન નાસતો ફરે છે. ગયા રવિવારે હોટલમાં ચાકુ ગરદન અને પેટ પર માર્યો હતો. તીર્થ અમદાવાદ જવાનું કહીને નિકળ્યો હતો. બે દિવસ પહેલા વાત થઇ હતી. તે બે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
પાટણના રહીશ તિર્થના દાદા અમરતભાઈએ જણાવ્યું કે ડીસા ખાતે પુત્ર અશ્વિનભાઈ સાથે રહે છે. તે ધોરણ 11 સુધી ભણેલા હતો તેની હત્યા પાછળ કારણ મને સમજાતું નથી. મૃતકના પાર્થિવ દેહને પાટણ ખાતે લાવી સિદ્ધપુરમાં મંગળવારે અંતિમવિધિ કરી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.