અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર ના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. રોડ રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણી ઓસરતા રોડ ધોવાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. ડિસ્કો રોડ બની ગયેલા આ રસ્તા શહેરીજનોના હાડકા ખોખરા કરી નાખે તો નવાઈ નહીં.

અમદાવાદ શહેરમાં બુધવારે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. જેના પગલે શહેરના અનેક વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા હતા. જેમાં ઓઢવથી સિંગરવા જતો રોડ ભારે વરસાદમાં ધોવાયો છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

બીજીતરફ વસ્ત્રાલ ઓઢવ રીગ રોડ પર બ્રિજ નીચે પાણી હજુ પણ ભરાયેલા છે. વરસાદનો વિરામ છતાં પાણી નહીં ઓસરતા અહીં પણ લોકો પરેશાની ભોગવી રહ્યા છે.

તો અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ પણ બની હતી. શહેરમાં અલગ અલગ જગ્યાએ 20થી 25 ઝાડ ધરાશાયી થયા હતા. જેમા મણીનગર દક્ષિણી ક્રોસિંગ પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું.

ઝાડ નજીકના પાનના ગલ્લા અને એસ. ટી. બસ પર પડ્યું હતું. જોકે સદનસીબે કઈ જાનહાની થઈ ન હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.