વિરાટ અને અનુષ્કા પછી જો બોલિવૂડની સૌથી ચર્ચિત જોડી હોય તો તે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની છે. આ બન્નેના રિલેશનશીપની ચર્ચા છેલ્લા ઘણાં સમયથી થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર સૌથી ચર્ચિત કપલે લગ્નનું સ્થળ પણ નક્કી કરી લીધું છે. આ વિશે પહેલા એવા રિપોર્ટ સામે આવ્યાં હતાં કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ઈટલીમાં થશે.
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહ ઈટાલીના લેક કોમો, લોમ્બાર્ડીમાં લગ્ન કરે તેવી શક્યતા છે. આ લગ્ન નવેમ્બરમાં યોજાવાના છે. દીપિકા તથા રણવિરે તાજેતરમાં જ આ લોકેશન લગ્ન માટે ફાઈનલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ઈટાલીમાં જ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ લગ્ન કર્યાં હતાં.
લેક કોમોઃ
લેક કોમો ઈટલીનું એક ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ માનવામાં આવે છે. રોમનકાળથી જ આ સ્થળ અમીર લોકોના હોલિ ડે ડેસ્ટિનેશન તરીકે ફેમસ છે. લેક કોમોની ગણતરી દુનિયાના સૌથી સુંદર સરોવરમાં થાય છે.
ઈટાલીમાં આવેલું લેક કોમો અહીંયાનુ ત્રીજું સૌથી મોટું લેક છે, જે 146 સ્કેવર કિમીમાં ફેલાયેલું છે. આ તળાવ લગભગ 1300 ફૂટ ઉંડું છે. લેક કોમો ઈટાલીનું એક જાણીતું ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે. અહીંયા રોમન કાળથી અમીર લોકો વેકેશન મનાવવા આવતા હતાં. આ તળાવને દુનિયાના સૌથી સુંદર તળાવમાંથી એક માનવામાં આવે છે. લેકની આસપાસ સુંદર વીલા આવેલા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુરૂવાર(26 જુલાઈ)ના રોજ દીપિકા તથા રણવિરે લગ્નનું સ્થળ ફાઈનલ કર્યું હતું. આ બંને 10 નવેમ્બરે ઈટાલીના લેક કોમામાં ફેરા ફરશે. દીપિકા તથા રણવિર ઈટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગતા હતાં અને તેથી જ તેમણે ઈટાલીનાં ત્રીજા સૌથી માટો તળાવ લેક કોમોમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ દીપિકા પાદુકોણને લગ્નનો સવાલ કરવામાં આવ્યો હતો તો તેણે કહ્યું હતું કે તે એક દિવસ જરુર લગ્ન કરવા ઈચ્છશે અને બાળકોની મા પણ બનવા માંગે છે. તેણે પોતાના માતા-પિતાને પોતાના આદર્શ ગણાવ્યાં હતાં. દીપિકાએ કહ્યું હતું કે જે રીતે જિંદગીના તમામ ઉતાર ચડાવ પછી પણ માતા-પિતાએ સંબંધને જાળવી રાખ્યો છે તેવા જ રિલેશન પોતાની જિંદગીમાં પણ ઈચ્છે છે.