સુરત-નવસારી જિલ્લામાં અચાનક પડેલા વરસાદથી દ.ગુજરાત ના ખેતરોમાં ડાંગરના ઉભા પાકને ભારે નુક્શાન પહોચ્યુ છે. અડધી રાતે પડેલા વરસાદને કારણે સમગ્ર દ.ગુજરાતમાં 15 થી 20 ટકા ડાંગરના પાકને નુક્શાન થવા પામ્યું છે.
દ. ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલના કહ્યા અનુસાર ઓલપાડ, નવસારી, બારડોલી, હાસોટ અને ચોર્યાસી તાલુકા મળીને ચાલુ વર્ષે 30 લાખ ગુણી ડાંગરનો પાક થશે એવી આશા હતી જેમાં અંદાજે 40 કરોડના નુક્શાનની ભીતી સેવાઈ રહી છે. ઓલપાડ બરબોધાન ગામના ખેડુત પોતાના ખેતરનું નુક્શાની ચકાસણી કરી રહ્યા છે.
માવઠું પડ્યા બાદ સૂર્ય પ્રકાશ સતત નીકળે ત્યારે માવઠામાં પલળેલી મગફળીને સૂકવવામાં આવે અને તેને પૂરતો સૂર્ય પ્રકાશ મળે તો ફૂગ અટકાવી શકાય છે. સૂર્ય પ્રકાશના કારણે ફૂગ અટકી જતાં દાણાની ગુણવત્તા જળવાઇ રહે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.