- અયોધ્યા વિવાદ મામલામાં કાલે એટલે કે શનિવારે સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપશે.
- અયોધ્યા મામલાના ચૂકાદા પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજયોને સતર્ક રહેવા જણાવ્યું છે.
અયોધ્યાના તમામ રસ્તાઓ બંધ
ચુકાદાને ધ્યાનમાં રાખીને આખા પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારે ચુસ્ત કરી દેવામાં આવી છે. આ ક્રમમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ જતા તમામ માર્ગો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.
RAFએ મોરચો સંભાળ્યો
ચુકાદાને ધ્યાનમાં રાખીને પ્રદેશના એડીજી અભિયોજન આશુતોષ પાંડેએ અયોધ્યા પહોંચીને કમાન સંભાળી છે. અયોધ્યાના સુરક્ષામાં સિવિલ પોલીસ ઉપરાંત પીએસી, આરપીએફને પણ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત એટીએસ પણ અયોધ્યા પર નજર રાખી રહી છે. જાસૂસી એજન્સીઓને પણ સતર્ક કરી દેવામાં આવી છે. અયોધ્યા પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.