- રિસર્ચ કહે છે હવાનાં પ્રદૂષણને ઘટાડવામાં ટેક્નોલોજી કરતાં છોડ વધારે ઉપયોગી છે. છોડ અને વૃક્ષો વાવવાના ઘણા બધા ફાયદા છે. પર્યાવરણ સાથે તે આપણા સ્વાસ્થ્યને પણ એટલો જ ફાયદો પહોંચાડે છે.
- પ્રદૂષણને દૂર કરવામાં પણ તે ટેક્નોલોજી કરતાં ફાયદાકારક સાબિત થયા છે. ‘એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ મુજબ છોડ અને વૃક્ષોને રહેઠાણ અને ફેક્ટરીવાળી જગ્યા પર ઉગાડવાથી હવાનું પ્રદૂષણ 27% ઘટે છે.આ રિસર્ચમાં વિવિધ 75 દેશોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં પુરવાર થયું કે ટેક્નોલોજી કરતાં છોડ અને વૃક્ષો સસ્તામાં અને વધુ સારી રીતે હવાનું પ્રદૂષણ દૂર કરે છે
- રિસર્ચમાં સામેલ લીડ ઓથર ભાવિક બક્ષી જણાવે છે કે પરંપરાગત રીતે હવે લોકોએ કુદરતી સંશાધનો વિશે વિચારવાનું બંધ કરી દીધું છે. હાલમાં લોકો માત્ર ટેક્નોલોજી પર જ નિર્ભર છે. કુદરતી સંશાધનોની કદર જાણીને આપણે તેની જાળવણી કરવાની જરૂર છે. તેનાથી પર્યાવરણ સાથે આપણા સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.’
- આ રિસર્ચ કરવા માટે 48 રાજ્યોમાં વાયુ પ્રદૂષણ પર વૃક્ષ અને છોડની કેવી અસર થાય છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં ઉપયોગમાં લેવાયેલા વૃક્ષ અને છોડનો કુલ ખર્ચો નોંધવામાં આવ્યો હતો.રિસર્ચમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્રદૂષકોની અસર છોડ અને વૃક્ષો પર કેવી થાય છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જોવા મળ્યું કે વૃક્ષ અને છોડ વાવવાથી હવાનું પ્રદૂષણ 27% જેટલું ઘટાડી શકાય છે.
- રિસર્ચમાં એમ પણ પુરવાર થયું કે વૃક્ષ અને છોડ વાવવાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય છે, જોકે તેની તીવ્રતા કેટલાક પરિબળો પર આધાર રાખે છે. રિસર્ચના પરિણામ દર્શાવે છે કે હવાના પ્રદૂષણને દૂર કરવામાંની પદ્ધતિમાં કુદરતી પદ્ધતિઓની મદદ લેવાની જરૂર છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.