રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટર મંગેશ હદાવલે એક શોર્ટ ફિલ્મ બનાવી છે જેનું છે જેનું નામ છે “ચલો જીતે હૈ”. મૂવીની ખાસ વાત એ છે કે તે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રેરિત છે. તેમાં પીએમ મોદીનું બાળપણ બતાવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રેસિડેન્ટ રામનાથ કોંવિદ માટે શોર્ટ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે.
ફિલ્મમેકર હદાવલેનું કહેવું છે કે, ‘હું મોદીજીની નીતિઓને પ્રમોટ કરવા માટે ફિલ્મ નથી બનાવી. આ તેમની જિંદગીની શરૂઆતની કહાની છે. મને બાળકો સાથે હંમેશાથી બહું ગમે છે એટલા માટે આવી કહાની મને આકર્ષિત કરે છે’.
મૂવીમાં ચાઈલ્ડ આર્ટિટસ્ટ ધૈર્ય દર્જી કામ કરી રહ્યા છે. મૂવી આઝાદી પછીના સમયને દર્શાવે છે. જ્યાં ઘણી ઘટનાઓ એક બાળકને દેશના માટે કંઈક કરવા માટે પ્રેરિત કરે છે. હદાવલે આ ફિલ્મ બનાવાનો વિચાર મોદીજીની બુક “સામાજિક સમરસતા” વાંચ્યા પછી આવ્યો.
એક ઈન્ટરવ્યૂમાં તેઓ કહે છે કે, ‘મોદીજીની બુક એક પ્લેની સાથે શરૂ થાય છે જેનું નામ છે પીલો ફૂલ છે. જેમાં તેઓ ભાગ લેતા હતા જ્યારે તેઓ 10 વર્ષના હતા. આ કહાની એક દલિત મહિલા વિષેની છે જે મંદિરમાંથી પીળા ફૂલ મળવા માટે આતુર છે. જેથી તેમના દીકરીના જિંદગી બચી જાય. આ બાળક સ્વામી વિવેકાનંદની લાઈન “વહી જીતે હૈ, તો દૂસરો કે લીયે જીતે હૈ” થી પ્રેરિત છે’.
32 મીનિટની આ શોર્ટ ફિલ્મનું શૂંટિગ વડોદરામાં કરવામાં આવ્યું છે. હદાવલેનું કહેવું છે કે, મને ખુશી છે કે આ મૂવીમાં પીએમ મોદીને બતાવી શકીશ.
તેમજ રિલીઝ પહેલા ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ફિલ્મ જોયા પછી ટ્વીટ કરી છે કે રાષ્ટ્રપતિ ભવનમાં આજે એક વિશેષ સ્ક્રીનિંગમાં ફિલ્મ ‘ચલો જીતે હૈ’ જોઈ. મંગેશ હદવાલે દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં બાળપણ, માસૂમિયત અને ભાઈચારાની કહાનીને દર્શાવામાં આવી છે.
ફિલ્મના ડિરેક્ટર મંગેશ હડાવલેએ મરાઠી ફિલ્મ ‘ટિંગ્યા’ ને પ્રોડ્યૂસ કરી હતી. તેમજ તેમને હિન્દી ફિલ્મ ‘દેખ ઈન્ડિયન સર્કસ’ પણ બનાવી હતી. ફિલ્મને ચાર નેશનલ એવોર્ડ મળ્યા હતા. મંગેશઆ ફિલ્મ વિશે જણાવ્યું કે તેઓ બીજા લોકો માટે જીવતા નરેન્દ્ર મોદીથી બહુ પ્રભાવતિ છે. ફિલ્મમાં પીએમ મોદી કરતા વધારે નરુની કહાનીને વધારે બતાવામાં આવી છે.